Site icon

બ્યૂટી ટિપ્સ- ત્વચા ને ચમકદાર બનાવવા માટે દરરોજ કરો કેસર ના દૂધનું સેવન-થોડા જ વખતમાં જોવા મળશે પરિણામ

 News Continuous Bureau | Mumbai

કાશ્મીરનું કેસર દુનિયાભરમાં પ્રખ્યાત છે, જેની માંગ ભારતના)(India) ખૂણે-ખૂણે છે. તેની કિંમતને કારણે ઘણા લોકો તેનો લાભ લઈ શકતા નથી. પરંતુ તેમના માટે હવે નાની ડબ્બી નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. કેસર(saffron) ઘણા વર્ષોથી રાજવીઓનું શ્રેષ્ઠ ઘટક છે. લોકો તેને દૂધમાં ભેળવીને તેનું સેવન કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાની કાળાશ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ કે કઈ પ્રકારની ત્વચા માટે કેસર દૂધનું (saffron milk)સેવન રામબાણ સાબિત થાય છે.

Join Our WhatsApp Community

1. ચમકતી ત્વચા માટે

શુષ્ક અને નિર્જીવ ત્વચા આપણા કોષોને વધુ નુકસાન પહોંચાડે છે, જેના કારણે આપણે નાની ઉંમરમાં જ વૃદ્ધ દેખાવા લાગીએ છે. ત્વચા સંકોચાઈ જવાને કારણે બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે તમને કેસર અને મધનો(saffron and honey) ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ માટે એક ચમચી મધ લો અને તેમાં કેસર ભેળવીને એક સારો ફેસ પેક તૈયાર કરો, હવે તેને ચહેરા પર લગાવો કારણ કે મધમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે. તેઓ ત્વચાના કોષોને સક્રિય કરવામાં મદદ કરે છે, જેના કારણે ત્વચા ચમકવા લાગે છે.

2. ટેનિંગ દૂર કરો

ઉનાળામાં વધુ પડતા એક્સપોઝરને કારણે ગરદન અને ચહેરા પર કાળાશ પડી જાય છે. આને દૂર કરવા માટે રાસાયણિક ક્રીમ કરતાં વધુ સારું છે કે આખી રાત દૂધની મલાઈમાં(milk cream) કેસર પલાળી રાખવું. સવારે તેને પાતળા ઉબટન ના રૂપ માં તૈયાર કરો. હવે તેને કાળાશ પડતી જગ્યાઓ પર લગાવો, થોડા અઠવાડિયાની પ્રક્રિયા પછી જ તમને ત્વચાની ટેનિંગથી રાહત મળશે.

3. પિમ્પલ્સથી છુટકારો

આજકાલ પિમ્પલ્સની(pimples) સમસ્યા દરેક યુવા વર્ગ ને થઈ રહી છે, જેની પાછળ કેમિકલયુક્ત ક્રીમ અને ફેસ વોશનો ઉપયોગ જવાબદાર છે. આ સાથે ક્યાંક ખાવા-પીવાના કારણે પણ થઈ શકે છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે ચોક્કસપણે આ કુદરતી વનસ્પતિનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે કેસર અને તુલસીને પીસીને સૂતી વખતે ચહેરા પર લગાવો. જલ્દી જ તમને ખીલથી છુટકારો મળશે.

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- જો તમારા નખ પણ થોડા મોટા થતાંની સાથે જ તૂટી જતા હોય તો અજમાવી જુઓ આ ઉપાય-નખ રહેશે લાંબા અને મજબૂત

Sangru Ram: ૭૫ વર્ષના વરરાજા, ૩૫ની દુલ્હન અને કોર્ટ મેરેજ… સુહાગરાતમાં જ બની એવી ઘટના કે ગામ માં મચ્યો હાહાકાર
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Exit mobile version