Site icon News Continuous Bureau | Mumbai

આવું ચાલ્યું તો ઘડીયાળ ના કાંટા ૨૪ કલાક થી ઘટાડવા પડશે.. પૃથ્વિની ફરવાની ગતિ વધી.. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

12 જાન્યુઆરી 2021 

ગ્લોબલ વૉર્મિંગ ઈફેક્ટ ચારે બાજુ દેખાઈ રહી છે. એવામાં પ્રકૃતિ પણ બાકાત રહી શકી નથી. આમ તો ધરતીને પોતાની આસપાસ ફરતા 24 કલાક લાગે છે. પરંતું પીગળી રહેલા બરફના કારણે ધરતીની પરિભ્રમણ ઝડપ વધી રહી છે. 

વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે ધરતીની પોતાની ધરી પરની પરિભ્રમણ સ્પીડમાં મામુલી વધારો નોંધાયો છે. તેના કારણે દિવસની લંબાઈ પણ 24 કલાકને બદલે જરા ઘટી છે. ધરતી પોતાની ધરી ફરતે ગોળ ફરે છે અને સાથે સાથે સૂર્ય ફરતે પણ પરિભ્રમણ કરે છે. 

આ રીતે ધરતીનો ગોળો એક સાથે કુલ બે પરિભ્રમણ કરે છે. તેમાંથી પોતાની ધરી પરના પરિભ્રમણમાં સરેરાશ 0.05 મિલિસેકન્ડ  (1 સેકન્ડ બરાબર 1000 મિલિસેકન્ડ)નો ઘટાડો થયો છે. છેલ્લા 50 વર્ષમાં જોવા મળેલો આ સૌથી મોટો અને નોંધપાત્ર ઘટાડો છે. અણુ ઘડિયાળની મદદથી આઈઈઆરએસ 1960ના દાયકાથી ધરતીની ગતિ અને સમયના તાલમેલનો રેકોર્ડ રાખે છે. 

ઝડપ વધવાનું એક કારણ ધરતી પર પીગળી રહેલો બરફ છે. કેમ કે બરફના થર ઓછા થાય એટલે સ્વાભાવિક રીતે ધરતીને પરિભ્રમણ વખતે વર્તાતુ ઘર્ષણ પણ ઓછુ થાય અને ગતિ વધી જાય. આ ગતિમાં વધારા ઘટાડાથી સામાન્ય વ્યક્તિઓની કામગીરમાં કશો ફરક પડતો નથી. પરંતુ નિષ્ણાતો ના માટે ભૌગોલિક અને વાતાવરણ ની દૃષ્ટિએ ફરક જરૂર પડે છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version