ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
29 જુન 2020
ઇજિપ્તની એક ઉચ્ચ પ્રોફાઇલ બેલી ડાન્સર સમા અલ-મસીને સોશ્યલ મીડિયા પર અનૈતિક અને ઉશ્કેરણીજનક વિડિઓઝ પોસ્ટ કરવુ ભારે પડ્યું છે.. કાઈરોની અદાલતે ગેરવર્તણૂંક અને અનૈતિકતા બદલ ત્રણ વર્ષની જેલની સજા અને 30,000 પાઉન્ડ (આશરે 14 લાખ રૂપિયા) નો દંડ ફટકાર્યો છે.
સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટોગ્રાફ્સની તપાસ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેણે લોકપ્રિય વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ ટિકટોક પર પોતાના વિડિઓ શેર કર્યા હતાં. 42 વર્ષીય બેલી ડાન્સરે આ આરોપોને નકારી કાઢી, પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. તેણે હતું કે "તેનો ફોન ચોરાઈ ગયો હતો અને સંમતિ વિના વીડિયો શેર કરાયો છે".
કૈરો કોર્ટે શનિવારે ચુકાદો આપતા કહ્યું કે તેણે "અનૈતિકતા" ફેલાવવાના ઉદ્દેશ્યથી આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આરોપીએ ઇજિપ્તમાં કૌટુંબિક સિદ્ધાંતો અને મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
