Site icon News Continuous Bureau | Mumbai

સમીર વાનખેડેની સાળી ડ્રગ્સ કેસમાં સંડાવાયેલી હોવાનો નવાબ મલિકનો આરોપઃ સમીર વાનખેડેએ આપી આવી પ્રતિક્રિયા; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

સોમવાર.

નાર્કોટિક્ટસ કંટ્રોલ બ્યુરો (NCB)ના રિજનલ ઓફિસર સમીર વાનખેડેની સાળી હર્ષદા દીનાનાથ રેડેકર ડ્રગ્સ વ્યવસાયમાં જોડાયેલી હોવોનો સવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે સોશિયલ મિડિયા પર ટ્વીટ કરીને કર્યો છે. તેની સામે જોકે સમીર વાનખેડેએ તુરંત જવાબ આપતા કહ્યું હતું કે હર્ષદા રેડકર સામે પેન્ડિંગ રહેલા કેસ સાથે પોતાને કોઈ સંબંધ નથી. 

સમીર વાનેખેડેની સાળી હર્ષદા સામે પુણેમાં 2008માં કેસ નોંધાયો હતો. શું તે ડ્રગ્સ વેપારમાં સંકળાયેલી છે. તેની સામે પુણેની કોર્ટમાં કેસ  પેન્ડિંગ પડયો છે. તેના પુરાવા પણ છે  એવો ચોંકાવાનાર ટ્વીટ નવાબ મલિકે કર્યું હતું. આ પ્રકરણ સામે સમીર વાનખેડેને શું સંબંધ છે એવો સવાલ પણ મલિકે કર્યો હતો.

જોકે સવારના પહોરમાં મલિકે કરેલા ટ્વીટ પર સમીર વાનખેડેએ તુરંત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કીર્તી સાથે મારા લગ્ન 2017ની સાલમા થયા હતા. 2008ની સાલના હર્ષદા રેડકરના પ્રકરણ સાથે મારે કોઈ સંબંધ નથી. 2008ની સાલમાં હું   NCBની સર્વિસમાં પણ નહોતો. તો મારે આ પ્રકરણ સાથે શું સંબંધ? મને ખોટી રીતે તેમાં સંડોવવામાં આવી રહ્યો હોવાનો દાવો પણ સમીર વાનખેડેએ કર્યો હતો.

સંભાળજો! ગરમી સહન નહીં થતા જમીનથી બહાર આવી રહ્યા છે સરિસૃપ પ્રાણીઓ; જાણો વિગત

આ દરમિયાન સમીર વાનખેડે અને તેમના પરિવાર પર થઈ રહેલા અનેક આરોપને પગલે તેમના પત્ની ક્રાંતી રેડેકરે આજે બપોરના એક પત્રકાર પરિષદ લેવાની હોવાની તેણે જાહેરાત કરી હતી.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version