ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા શરદ પવારને બહુ જલદી ડૉક્ટરેટની પદવીથી સન્માનવામાં આવવાના છે. શરદ પવારને સામાજિક, કૃષિ, શૈક્ષણિક અને રમતગમત સિવાય અન્ય ક્ષેત્રોમાં તેમણે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને આ ડિગ્રી આપવામાં આવવાની છે. સેનેટના સભ્ય પ્રોફેસર સચિન ગાયકવાડે તેમને સોલાપુરની દેવી અહિલ્યા દેવી હોલકર યુનિવર્સિટી તરફથી ડૉક્ટરેટની પદવી આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
જોકે આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને છે. એથી આ પ્રસ્તાવ તેમની પાસે મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે.