Site icon

લો કરો વાત, યુક્રેનનો ખેડૂત રશિયન ટેન્કને ટ્રેકટર સાથે બાંધી ચોરી ગયો ખેડૂત, સૈનિકો જોતા જ રહી ગયા; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,            

મુંબઈ, 03, માર્ચ 2022,         

Join Our WhatsApp Community

ગુરુવાર.

રશિયા અને યુક્રેનવચ્ચે ચાલી રહેલા મહા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયન સૈનિકો યુક્રેનના ઘણા શહેરો પર સતત હુમલા કરી રહ્યા છે. લગભગ 1 લાખ રશિયન સૈનિકો તેમના હથિયારો સાથે યુક્રેનની સરહદમાં પ્રવેશ્યા છે. આ દરમિયાન, રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના હેરતઅંગેજ વીડિયો સામે આવી રહ્યા છે. યુદ્ધના મેદાનમાં નાગરીકો પણ જોડાઇ રહ્યા હોવાના અનેક વીડિયો વાયરલ થયા છે પરંતુ હાલ યુક્રેનના એક ખેડૂતનો વીડિયો ચર્ચામાં છે, જેમાં તે રશિયન ટેન્કને ટ્રેકટર સાથે બાંધીને લઈ જઈ રહ્યો છે. તેવો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે.

મુંબઈમાં ઓટોરિક્ષાની અછત સર્જાશે? મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી કંટાળીને ઓટોરિક્ષાવાળાનું વ્યવસાયને  બાય-બાય. આટલા લોકોએ બીજી નોકરી શોધી કાઢી. જાણો વિગત

પ્રાપ્ત જાણકારી મુજબ આ વીડિયો યુક્રેનના ઓસ્ટ્રીયા ખાતેના રાજદૂત ઓલેજેંડર સ્ચેર્બાએ શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે યુક્રેનનો ખેડૂત ટેન્કને રસ્તા પર ખેંચીને લઈ જઈ રહ્યો છે. એક વ્યક્તિ ટ્રેક્ટરની પાછળ દોડી રહ્યો છે અને તેના પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘જો સાચુ હોય તો આ પહેલી ટેન્ક હશે જે કોઈ ખેડૂતે ચોરી કરી હોય.’

સો. મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને શેર કર્યા બાદ લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે ભલે તે સાચુ ન પણ હોય, પરંતુ તે આપણને હસાવે છે. એક યુઝરે કહ્યું, ‘મને આશા છે કે આ સાચું છે. આ અઠવાડિયે ભયાનક હુમલાઓ શરૂ થયા પછી હું પહેલીવાર હસું છું. ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુક્રેન- રશિયા યુદ્ધના ફોટા અને વીડિયો છવાયેલા રહે છે. 

Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.
Rohit Pawar FIR: ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડનો ડેમો આપવા બદલ NCP(SP)ના રોહિત પવાર સામે FIR
Exit mobile version