નેટવર્કિંગ, એન્ટરટેનમેન્ટ અને ફેમિલી આ ત્રણેય ને જોડતો ઉપક્રમ એટલે કપોળ સેતુ, રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યું છે. જાણો વધારે વિગત અહીંયા.

વર્ષ 2017 થી પ્રત્યેક વર્ષ સેંકડો લોકોને અલગ અલગ મનોરંજક અને માહિતી સભર કાર્યક્રમ થકી નેટવર્કિંગનો મોકો આપનાર મુંબઈ સ્થિત કપોળ સેતુ ઉપક્રમ પોતાના સાતમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે. ગત છ વર્ષમાં કપોળ સેતુ હેઠળ પ્રત્યેક વર્ષ 250 દંપતિ ને એક વર્ષની મેમ્બરશીપ આપવામાં આવે છે. તેમજ પ્રત્યેક મહિનામાં આશરે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં મેમ્બરશીપ મેળવનાર સભ્યો ભાગ લઈ શકે છે.

News Continuous Bureau | Mumbai

પૂરી રીતે એન્ટરટેઈનીંગ એવા આ કાર્યક્રમો ઇન્ડોર તેમજ આઉટડોર હોય છે. એક મેમ્બરશીપ વર્ષમાં એક વિદેશ ટૂરનું પણ આયોજન કરવામાં આવે છે. ગત અમુક વર્ષો સુધી કપોળ સેતુમાં માત્ર કપોળ જ્ઞાતિના લોકોનેજ સભ્યપદનો લાભ મળતો હતો. પરંતુ હવે કપોળ સેતુમાં બિન કપોળ એવા ગુજરાતીઓ પણ જોડાઈ શકે છે. ચાલુ વર્ષે કપોળ સેતુમાં માત્ર 250 દંપતિ સભ્યો નેજ સભ્યપદ આપવાનો નિર્ણય લેવાયો છે. કપોળ સેતુ એ મુંબઈ સ્થિત એક સંગઠન હોવાને કારણે આ સભ્યપદ માટે મુંબઈ શહેર અને તેમાં પણ ઉત્તર મુંબઈના લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે.

Join Our WhatsApp Community

કપોળ સેતુની ખાસીયત એ છે કે આ એક નફો ન કરતી સોશ્યલ એક્ટિવટી છે જેનો ઉદ્દેશ્ય લોકોને એન્ટરટેનમેન્ટ કાર્યક્રમો થકી એકસાથે જોડી રાખવાનો તેમજ એક સમાન પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. આ ઉપક્રમની વધુ એક ખાસીયત એવી છે કે પ્રત્યેક વર્ષે તેની ગવર્નિંગ બોડી બદલવામાં આવે છે અને નવા ઉત્સાહી સભ્યોને કપોળ સેતુનું સુકાન સોંપવામાં આવે છે.

એપ્રીલ 2023માં કપોળ સેતુના નવા વર્ષ માટે મેમ્બરશીપ શરુ કરવામાં આવી છે. 22 મી એપ્રીલના રોજ એફ. એમ. બેન્કવેટ ખાતે નવ વર્ષના પ્રથમ કાર્યક્રમની શરુઆત કરવામાં આવશે. જેમાં શરદ લશકરી ધમાકેદાર પરફોર્મન્સ કરશે.

 

આખા વર્ષનો કાર્યક્રમ નીચે મુજબ છે.  

Networking, Entertainment and Family is the project that connects these three is Kapol Setu

વર્ષ 2023-2024 ના પ્રમુખ શ્રી વિજય વિનોદરાય ગાંધી.

મૂળ સૌરાષ્ટ્રના અને હાલ મુંબઈ માં સ્થાયી એવા શ્રી વિજય ભાઈ વર્ષ 2023-24 માટે પ્રમુખ તરીકે ચુંટાયા છે. વ્યવસાયે તેઓ કસ્ટમ ક્લીઅરિંગ અને ફોરવડિંગના તથા રાઈટ સોર્સ એવિયેશનના પાઇલોટ ટ્રેનિંગના બીઝનેસમાં કાર્યરત છે. તેમજ તેમના પત્ની શ્રીમતી જયશ્રી બેન વિજય ગાંધી બ્યુટી, ફેશનના બિઝનેસમાં કાર્યરત છે. તેમના પુત્ર વિશાલ ગાંધી તથા પુત્રવધુ કિરણ વિશાલ ગાંધી એમ બન્ને ઈન્ડિગો એરલાઇન્સ માં કેપ્ટન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમજ તેમના પુત્રી તનિકા ગાંધી એડવોકેટ છે.

શ્રી વિજય ભાઈ ગાંધીએ હાલમાં સંપન્ન થયેલા કપોળ યુથકોન અને મહાકુંભ માં કન્વિન્યર તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સક્ષમ રીતે પાર પાડી હતી તેમજ તેઓ અનેક ટ્રસ્ટોમાં કાર્યરત છે.

કપોળ સેતુના સ્થાપકો

1 શ્રી ધરમદાસ ભાઈ ગોરડિયા
2. શ્રી રાજુ ભાઈ સંઘવી
3 શ્રી કિશોર ભાઈ મોદી
4. શ્રી કિરીટ ભાઈ પારેખ

વર્ષ 2017 થી વર્ષ 2020 સુધી ના કપોળ સેતુ ના સુકાનીઓ

1. શ્રી મુકેશ ભાઈ મહેતા – 2017
2.સ્વ શ્રી હરેશ મહેતા – 2018
3. શ્રી કિશોર ભાઈ મોદી – 2019
4. શ્રી અલ્પેશ દોશી – 2020
કપોળ સેતુ ના ઓડિટર અને લીગલ સલાહકાર શ્રી નિખિલ ભાઈ કોઠારી છે.

તા. ક. – મેમ્બરશીપ મેળવવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવો.
( ફોર્મની નીચે નામ, મોબાઈલ નંબર અને ઇમેઈલ આપેલ છે)

 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version