Site icon

જેનો ડર હતો એ જ થયું! કોરોના હજુ ગયો નથી, ઓમિક્રોન અને ડેલ્ટા ભેગા થઈને બન્યો નવો વેરિયન્ટ; WHOની મોટી ચેતવણી

Gujarat woman dies of flu-like symptoms, reports awaited on H3N2 testing

સાવચેત રહેજો.. દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ.. જાણો શું છે લક્ષણો

News Continuous Bureau Mumbai 

દેશમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ પુરી થઈ ગઈ છે, ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં એક નવા અભ્યાસમાં ખબર પડી છે કે કોરોના વાયરસનો ખતરનાક ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન વેરિયન્ટ મળીને એક નવો વાયરસ બની ચૂક્યો છે. તેનો પુરાવો પણ મળી ચૂક્યો છે. ડબ્લ્યુએચઓ નું કહેવું છે કે ડેલ્ટા અને ઓમિક્રોન ઝડપથી ફેલાશે તેની આશંકા પહેલાથી જ સેવવામાં આવી હતી.

Join Our WhatsApp Community

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડેલ્ટા ઔપ ઓમિક્રોનથી બનેલો નવો વાયરસ કેટલો ખતરનાક છે. તેને લઈને ઘણા અભ્યાસ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સના મતે, ફ્રાંસમાં જાન્યુઆરી ૨૦૨૨માં આ વાયરસના ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ પણ ઘણા વૈજ્ઞાનિકો જણાવી ચૂક્યા છે કે કોરોના વાયરસના ઘણા વેરિયન્ટ હજુ સામે આવશે. ડબ્લ્યુએચઓ નું કહેવું છે કે ઓમિક્રોન અને ડેલ્ટાનું રિકૉમ્બિનેંટ વાયરસ ફેલાઈ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : કોરોનાની ઝપેટમાં આવી બોલિવૂડ ની આ અભિનેત્રી, પોસ્ટ શેર કરી ફેન્સને આપી માહિતી; જાણો વિગત

ડબ્લ્યુએચઓના વૈજ્ઞાનિક મારિયા વાન કરખોવે ટ્‌વીટ કર્યું છે કે SARSCov2ના ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ સાથે મળીને ફેલાવવાની આશંકા અગાઉથી હતી. તેનું સર્ક્યુલેશન ઝડપથી થઈ શકે છે. તેમણે એવું પણ લખ્યું છે કે, અમે તેને ટ્રેક કરી રહ્યા છીએ અને તેના પર વાતચીત પણ થઈ રહી છે. 

મારિયા એ વાયરોલોજિસ્ટ jeremy kamilની ટ્‌વીટ રીટ્‌વીટ કરી છે. આ ટ્‌વીટના મતે, ડેલ્ટા-ઓમિક્રોનના મિશ્રિત વાયરસના મજબૂત પુરાવા મળ્યા છે. જાન્યુઆરી ૨૦૨૨થી આ મિશ્રિત વાયરસનું વેરિયન્ટ ફ્રાંસમાં ફેલાઈ રહ્યું છે. સાથે આજ પ્રોફાઈલનો વાયરસ ડેનમાર્ક અને નેંધરલેન્ડમાં પણ મળી ચૂક્યો છે. જોકે, ડબ્લ્યુએચઓ એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, હાલ આ વાયરસના ઘાતક હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version