Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક સંકટ-સામે આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ-હવે રાત્રે આ રીતે વાયરસ આપી રહ્યો છે ત્રાસ

Fourth Covid wave unlikely, expect peak in 20 days, say experts

કોવિડ -19: ચોથી લહેર નહીં આવે? આ તારીખથી કોરોનાના કેસ ઘટશે! વધતા કેસ વચ્ચે નિષ્ણાતનો ચોંકાવનારો દાવો

News Continuous Bureau | Mumbai

કોરોના વાયરસએ(Corona virus) લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ મચાવી છે. છેલ્લા અઢી વર્ષમાં વિશ્વએ પ્રગતિને બદલે, પ્રથમ વખત પોતાને પાછળ જતા જોયા. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો(Scientists and experts) આ વાયરસ સામે લડવા માટે સખત મહેનત કરી રહ્યા છે. થોડા જ સમયમાં વેક્સીન(Vaccine) બનાવીને લોકોને વાયરસથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ હજુ સુધી આ વાયરસ લોકોનો પીછો નથી છોડતો. 

Join Our WhatsApp Channel

કોરોના સમયાંતરે તેનું સ્વરૂપ બદલીને વિશ્વ પર હુમલો કરી રહ્યો છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે કોરોનાનું નવું વેરિઅન્ટ(New Variant) આવ્યું છે.  BA.5 નામનું વેરિઅન્ટ અગાઉના કરતા થોડું અલગ છે. જ્યાં પહેલા લક્ષણો સિઝનલ ફ્લૂ(Seasonal flu) જેવા હતા, આ વખતે એક લક્ષણ દેખાય છે જે માત્ર રાત્રે જ આવે છે. જ્યારે હવે લોકોના મનમાંથી કોરોનાનો ડર ખતમ થઈ રહ્યો છે, ત્યારે તમામ નિષ્ણાતો આ નવા વેરિઅન્ટ પાછળની તપાસમાં લાગેલા છે. ચાલો તમને જણાવીએ કે આ નવા વેરિઅન્ટની ખાસિયત શું છે? BA.૫ એ કોરોનાના અગાઉના પ્રકારો કરતાં વધુ ફેલાવવા યોગ્ય હોવાનું બહાર આવ્યું છે. પરંતુ તે પહેલાની જેમ જીવલેણ નથી. એક નવા અભ્યાસમાં આવા લક્ષણો સામે આવ્યા છે, જે ખૂબ જ વિચિત્ર છે.

આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપા મોરિયા- ડાયમંડ સિટી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશ મૂર્તિની થઇ સ્થાપના- કિંમત જાણીને આંખો ચાર થઈ જશે- જુઓ ફોટોગ્રાફ્સ.. 

ટ્રિનિટી કોલેજ ડબલિનના(Trinity College Dublin) પ્રોફેસર લ્યુક ઓ'નીલના(Luke O'Neill) જણાવ્યા અનુસાર, મ્છ.૫માં રાત્રે સૂતી વખતે લોકોને પરસેવો થાય છે. હા, રાત્રે પરસેવો એ તેનું નવું લક્ષણ છે. અગાઉના કોઈપણ પ્રકારમાં આ જાેવા મળ્યું ન હતું. નિષ્ણાતોના મતે સમયની સાથે આ વાયરસના લક્ષણોમાં(virus symptoms) બદલાવ આવ્યો છે. આ એટલા માટે છે કારણ કે વાયરસ પોતે બદલાઈ ગયો છે. રાત્રીના પરસેવાના નવા લક્ષણનો હજુ સત્તાવાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. 

મહત્વનું છે કે શરૂઆત સુધી આ વાયરસથી પીડિત લોકોની સંખ્યા માત્ર યુકેમાં જ ૨ લાખ પાંચ હજારને વટાવી ગઈ છે. કોવિડ સ્ટડી ગ્રુપ(Covid Study Group) અનુસાર, બાકીના પ્રકારોની તુલનામાં, આ વાયરસ પહેલા કરતા ૨૦ થી ૫૦ ટકા ઓછો ફેલાઈ રહ્યો છે. તેમજ લોકો આના કરતા વહેલા સ્વસ્થ થઈ રહ્યા છે. જોકે, આ વાયરસમાંથી સાજા થવામાં હજુ ચાર અઠવાડિયાનો સમય લાગી રહ્યો છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version