Site icon

હવે મનુષ્ય 120 વર્ષ જીવી શકશે. વૈજ્ઞાનિકોએ કરી આ નવી શોધ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

દરેક મનુષ્ય પોતાનું આયુષ્ય તંદુરસ્ત અને લાંબુ હોય એવી ઈચ્છા રાખે છે. વૈજ્ઞાનિકોએ એક અનોખી શોધ કરી છે કે જેના દ્વારા મનુષ્યોનું આ સપનું પૂરું થઈ શકે છે. આ શોધથી માનવ જીવન 120 વર્ષ સુધીનું થઈ શકે છે. આ આશ્ચર્યજનક શોધે માણસને વિજ્ઞાનની દુનિયામાં તો  એક ડગલું આગળ વધાર્યો છે, પણ સાથે તેનું જીવન લંબાવવાની આશા પણ વ્યક્ત કરી છે.

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના નિષ્ણાંત સર શંકર બાલાસુબ્રમણ્યમે મનુષ્યોના જનીનો સંબંધિત એક ખાસ શોધ કરી છે. તેમણે જીન સિક્વન્સિંગના નવા સ્વરૂપની શોધ કરી છે, જેથી ડોકટરો કોઈપણ રોગને તેના પ્રારંભિક તબક્કામાં પકડી શકે અને તેની સારવાર દ્વારા તેનો ઇલાજ કરી શકે. આના દ્વારા વ્યક્તિનું જીવન પણ વધશે. જીનોમ સિક્વન્સિંગ દ્વારા ડોકટરો કોઈપણ વ્યક્તિના જનીનો તપાસી, તેમના રોગને ખૂબ જ પહેલા શોધી શકે છે. જીનોમ સિક્વન્સિંગ એટલે કોઈપણ જીવતંત્રના જનીનોનું પરીક્ષણ કરવું જેના દ્વારા તેના વિશે વધુ માહિતી મળી શકે. જીનોમ સિક્વન્સિંગ દ્વારા બાળકોના જનીનોની તપાસ કરીને, તેમનામાં બૌદ્ધિક અપંગતા પણ શોધી શકાય છે. જો કે આ માત્ર જીનોમ સિક્વન્સીંગની શરૂઆત છે, પરંતુ આ શોધમાં વધુ અભ્યાસ કરવાથી, મનુષ્યનું આયુષ્ય વધારી શકાય છે.

વાહ! BKCમાં આ મહિનાથી કારમાં બેઠાં બેઠાં ફિલ્મ જોવાની મજા માણી શકાશે; જાણો વિગત

સર શંકરે કરેલી આ શોધ આગામી જનરેશન સિક્વન્સિંગનો રસ્તો ખોલવા જઈ રહી છે. આ શોધ દ્વારા ડોકટરો માનવ ડીએનએ ને પહેલા કરતા વધુ સારી રીતે વાંચી શકે છે. આપણા જનીનોના મુખ્ય પ્રતીકાત્મક અક્ષરો એ, સી, ટી અને જી છે, જે આ નવી શોધ દ્વારા વાંચી શકાય છે. એક મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 'તે સમય દૂર નથી ,જ્યારે આપણે માત્ર જીનોમ સિક્વન્સીંગ દ્વારા જ નહીં, પણ એપિજીનોમ સિક્વન્સીંગ દ્વારા પણ રોગો શોધી શકીશું.' આ શોધના આધારે સર શંકરની કંપની કેમ્બ્રિજ એપિજેનેટિક્સ કોઈપણ દર્દીના જનીનોનો અભ્યાસ કરી શકશે અને તેના રોગ માટે જુદી-જુદી દવાઓ બનાવી શકશે. સમય જતાં જીનોમ સિક્વન્સિંગના ક્ષેત્રમાં ઘણા ફેરફારો થયા છે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, જીનોમનો પ્રથમ ક્રમ વર્ષ 2000માં કરવામાં આવ્યો હતો. 10 વર્ષના સંશોધન પછી, આના પરનો કુલ ખર્ચ 1 અબજ થયો. પરંતુ વર્ષ 2021માં માત્ર 48 કલાકમાં 1 હજાર ડોલર ખર્ચ કરીને 48 માનવ જીનોમની પ્રક્રિયા કરવામાં આવી હતી.  ચાલો, અમે તમને જણાવી દઈએ કે ડીએનએથી બનેલી અત્યંત સૂક્ષ્મ રચનાઓને જનીન કહેવામાં આવે છે ,જે આનુવંશિક લક્ષણોને વહન કરે છે અને તેને એક પેઢીથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત કરે છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version