Site icon

સાવધાન…. કોરોનાના દર્દીઓમાં વિચિત્ર લક્ષણો સામે આવ્યા. જાણો વિગતે  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

28 ડિસેમ્બર 2020  

કોરોના દર્દીઓમાં નવા લક્ષણો બહાર આવ્યાં, આ સમસ્યા ધરાવતા લોકો ખાદ્ય પદાર્થોનો સ્વાદ અને ગંધ ન અનુભવી શકતાં નથી. એ કોરોના વાયરસના મુખ્ય લક્ષણોમાંનું એક છે, પરંતુ લાંબા કોરોનરી લક્ષણો (લાંબા કોવિડ લક્ષણો) ધરાવતા લોકોમાં હવે બીજા વિચિત્ર લક્ષણો જોવા મળી રહયાં છે. યુકેના પ્રખ્યાત ઇએનટી સર્જન પ્રોફેસર નિર્મલ કુમારે જણાવ્યું છે કે લાંબા સમયથી કોરોનાથી પીડિત લોકો માછલી, સલ્ફર અને કોઈ રોગ જેવી ખરાબ ગંધ અનુભવી રહ્યા છે. 

 

આ અસામાન્ય આડઅસરને "પેરોસ્મિઆ" કહેવામાં આવે છે, જેમાં ગંધની ક્ષમતા નબળી પડે છે. આ લક્ષણો ખાસ કરીને યુવાનો અને આરોગ્ય ક્ષેત્રે કામ કરતાં કર્મચારીઓમાં જોવા મળે છે. ડૉ. કુમારની એક આખી ડોકટરોની ટીમ છે જેમણે અભ્યાસમાં કોરોના વાયરસના મુખ્ય લક્ષણ તરીકે, એનોસેમિયા, ગંધની ક્ષમતામાં ઘટાડો જણાવી છે. 

 

યુકેમાં લાંબા સમયથી એનોસેમિયાની સારવાર લઈ રહેલા હજારો કોરોના દર્દીઓમાંથી કેટલાક લોકોને 'પેરોઝમિયા'નો અનુભવ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ દર્દીઓને વિચિત્ર અને ગંદી વાસ આવે છે  જેને કારણે તેઓ પરેશાન થઈ રહ્યા છે અને આનાથી તેમના જીવન પર અસર થઈ રહી છે.

 લાંબા કોવિડનો અર્થ એ છે કે લાંબા સમય સુધી કોરોના વાયરસના ચેપમાં જીવવાની અસર શરીરમાં ઘણા અઠવાડિયા અને મહિના સુધી રહી શકે છે. ડો.કુમારે તેને ન્યુરોટ્રોપિક વાયરસના સ્વરૂપ તરીકે ગણાવી, 'આ વાયરસ અને માથાની નસો, ખાસ કરીને એ નસો કે જે ગંધને ઓળખવામાં મદદ કરે છે, તે અન્ય ચેતાને પણ અસર કરે છે. ન્યુરોટ્રાન્સમીટર આપણા મગજમાં સંદેશા મોકલવાનું કામ કરે છે. આનો ભોગ બનેલા એક દર્દીએ કહ્યું કે  મને મોટે ભાગે ખરાબ ગંધ આવે છે જે મેં પહેલાં ક્યારેય અનુભવી ન હતી. મને કોફી ખૂબ ગમતી હતી પણ હવે તેમાંથી બિયર અને પેટ્રોલની ગંધ આવે છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version