ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
17 ઓક્ટોબર 2020
આગામી દિવસોમાં શિયાળા અને વધતા જતા પ્રદુષણના કારણે કોરોના વધુ કહેર મચાવશે તેવો ભય વ્યક્ત થઈ રહ્યો છે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને પણ આ વાતને સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ હતું કે દેશમાં કોરોનાની ત્રણ રસીની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. જો બધુ સમુ સુતરુ પાર ઉતર્યુ તો સ્વદેશી કોરોના વેક્સિનનું ઉત્પાદન બહુ જલદી શરુ થઈ જશે. આગળ તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં જે ત્રણ રસી પર કામ ચાલી રહ્યુ છે, તેમાંથી એક રસીની ત્રીજા સ્ટેજની અને અન્ય બે રસીની બીજા સ્ટેજની ટ્રાયલ ચાલી રહી છે. કોરોના સામેની લડાઈમાં આગલા બે થી અઢી મહિના ભારે મહત્વના પૂરાવાર થવાના છે, ત્યારે દરેક નાગરિક સચેત રહે અને સરકારના નિર્દેશોનું પાલન કરે તે જરુરી છે.
આરોગ્ય પ્રધાને વધુમાં કહ્યુ હતુ કે, કોરોનાએ આખી દુનિયાને પ્રભાવિત કરી છે, પણ જો સાવધાની રાખવામાં આવે અને ખાસ કરીને માસ્ક પહેરીએ અને સ્વચ્છતાના નિયમોનુ પાલન કરીએ તો કોરોનાને કાબુમાં લાવી શકાય છે. આ માટે સામાજિક દુરી જાળવવી ખુબ જ જરૂરી છે. દુનિયામાં ભારત એવો દેશ છે જ્યાં કોરોનાથી થતા મોતનો આંકડો બહુ ઓછો છે. આશા છે કે, 6 મહિનાની અંદર કોરોનાની રસી મુકવાનુ કામ ભારતમાં શરુ થઈ જશે…