ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 જુલાઈ 2020
શું તમે RO પ્યુરીફાયર કરેલું પાણી જ રોજ પીવો છો! તો હવે સાવધાન થઈ જજો. આજે દરેક ઘરના રસોડામાં RO પ્યુરીફાયર લગાવેલું જોવા મળે છે. પરંતુ, એવી પ્રબળ સંભાવના છે કે આ વર્ષના અંત સુધીમાં આરઓના પાણીના વપરાશ પર સરકાર પ્રતિબધ લાવી શકે છે. જે RO પ્યુરીફાયર માં લિટરદીઠ ટોટલ TDS 500 મીલી ગ્રામથી ઓછું રહેતું હોય તેવા RO પર પ્રતિબંધ મૂકવાની તાકીદ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી ) એ કેન્દ્રના પર્યાવરણ અને વન વિભાગને કરી છે. એનજીટી એ કેન્દ્રના પર્યાવરણ અને વન વિભાગને ડિસેમ્બર સુધીમાં દેશભરના પોતાના વિભાગોમાંથી આરઓ હટાવી લેવા તેમજ, તેના પાણીના વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સંશોધન મુજબ પ્રતિ લીટર પાણીમાં 300 મિલી ગ્રામથી ઓછું ટીડીએસ હોય તો સારું અને 500 મિલીગ્રામ થી વધારે ટીડીએસ હોય તો સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહ્યું છે. WHO નું પણ કહેવું છે કે આરઓ ટેકનોલોજી ઉપયોગી થવા કરતાં નુકસાન વધારે કરી રહ્યું છે. કારણ કે આ મશીન પાણીમાંથી જરૂરી ખનીજ તત્વો બહાર ફેંકી દે છે અને આ ક્રિયા દરમ્યાન કેટલા લિટર પાણીનો વ્યય પણ થઈ રહ્યો છે. એવો જ દાવો એનજીટી નો પણ છે. પોતાના આદેશમાં એનજીટીએ કહ્યું કે આરઓ પ્યુરીફાયર હટાવવામાં જેટલો વિલંબ થશે એટલું જ નુકસાન આરોગ્ય અને પર્યાવરણને થશે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com