Site icon News Continuous Bureau | Mumbai

NCBનું દિલધડક ઑપેરશન, જપ્ત કર્યું આટલા કરોડની કિંમતનું ડ્રગ્સ : ડ્રગ્સની તસ્કરી કરનારા નાઈજીરિયનનો પોલીસ અધિકારી પર હુમલો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

નાઈજીરિયન નાગરિક સામે મુંબઈ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ની કાર્યવાહી દરમિયાન એક કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જોકે આ દિલધડક કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ પેડલરે કરેલા હુમલામાં એક પોલીસ અધિકારી જખમી થયો હતો. NCBએ આ કાર્યવાહીને અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ઑપરેશન ગણાવ્યું હતું.

ગુરુવારે NCBએ નાઈજીરિયન નાગરિકની ધરપકડ કરી હતી. એની પાસેથી  લગભગ 254 ગ્રામ હેરોઇન, 52 ગ્રામ એમડી અને 7.5 ગ્રામ કોકેન જપ્ત કર્યું હતું, જેનો બજારભાવ લગભગ  એક કરોડ રૂપિયાની આસપાસ છે.

NCBના અધિકારીના જણાવ્યા મુજબ ચારથી પાંચ વિદેશી નાગરિકો હેરોઇન, એમડી, કોકેન જેવાં જુદાં-જુદાં જાતનાં ડ્રગ્સનો ધંધો કરતા હતા. મુંબઈમાં તેઓ ડ્રગ્સ પેડલરની સાથે કોઈ ડીલ કરવાના હોવાની છૂપી બાતમી મળી હતી. આ ટોળકી અત્યંત જોખમી હતી અને તેમની પાસે છરી સહિતના હથિયારો પણ હતા.

સ્વાતંત્ર્યદિન નિમિત્તે આ સોશિયલ ઍક્ટિવિસ્ટની અનોખી પહેલ, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા સ્વાતંત્ર્યદિન નિમિત્તે મુંબઈગરાને આપશે આ ભેટ; જાણો વિગત

આ લોકો પોતાનું કામ માનખુર્દમાં રેલવે ટ્રૅક પાસે કરતા હતા, જ્યાં એક તરફ ક્રીક આવેલી છે તો બીજી તરફ મેનગ્રોવ્ઝની ગીચ ઝાડીઓ આવેલી છે. NCBને ત્યાં ઑપરેશન ચાલતું હોવાની ટિપ મળી હતી, એને આધારે NCBએ રેલવે ટ્રૅક પાસેના તેમના અડ્ડા પર ધાડ પાડી હતી તેમ જ  નાઈજીરિયન નાગરિક ઓબીઓરાહ એક્વેલાર્ટની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. 
 અંધારાનો લાભ લઈ અન્ય આરોપીઓ છટકી જવામાં સફળ થયા હતા. આ દરમિયાન ટોળકીના એક સભ્યે પોતાની પાસે રહેલાં હથિયારો અને છરી તથા પથ્થરથી NCBની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં  એક અધિકારીના માથા પર ઈજા પહોંચી હતી. ડ્રગ્સ માફિયાઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં NCB અધિકારી પર હુમલો કરવાનો આ બીજો બનાવ છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version