Site icon

ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન તરીકે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નું આવનારું વર્ષ કેવું હશે-જાણો જન્મકુંડળી પ્રમાણે તેમના ભવિષ્ય વિશે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra) ના નાગપુર(Nagpur) જિલ્લામાં જન્મેલા નીતિન ગડકરી (Nitin Gadkari)નો જન્મ ૨૭ મે ૧૯૫૭નાં રોજ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ તેમનો જન્મ સમય સાંજે ૬.૪૫નાં હતો.નીતિન ગડકરી ની જન્મ તારીખ અને સમય મુજબ તેમના જન્માક્ષર(janmakshar) ની બાબતો આ પ્રમાણે છે.

Join Our WhatsApp Community

છઠ્ઠા સ્થાનમાં બેઠા ચંદ્ર અવસાદ જેવી પરિસ્થિતિ ઉભી કરે છે, જોકે તેમની જોડે બુધ હોવાથી તેમને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સક્ષમ બનાવે છે.

છઠ્ઠા ભાવનાં સ્વામી મંગળ, આઠમા ભાવનાં સ્વામી બુધ સાથે પરિવર્તન કરે છે જે વિપરીત રાજયોગ બનાવે છે.

છઠ્ઠા સ્થાનમાં કેતુ શત્રુઓનું શમન કરે છે તેથી તે પેટ અને નાભી સ્થાનમાં તકલીફો(problem) આપે છે.

અષ્ઠમ સ્થાનનો મંગળ જે તેમને વચનનાં પાકા બનાવે છે. પરંતુ અમુક બાબતો તે સ્પષ્ટ હોય છે ને તે મુદ્દાઓ બાબતે તેમના અંદર સકારાત્મક પરિબળો રહે છે. અષ્ઠમ સ્થાનમાં બુધનાં ઘરનાં મંગળ હોવાથી તેઓ તેમના દિલમાં ઘણી વેદનાઓ રાખે છે.

રાહુ બારમાં સ્થાનમાં નબળું પરિણામ આપે છે. ખાસ કરીને વાયુના કોઈ પણ પ્રદૂષણથી ચેતવું જોઈએ અને ખાવાની વસ્તુઓ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે.

રાહુમાં શનિની દશા ૧૭/૦૪/૯૭થી ૨૪/૦૨/૨૦૦૦ હતી. લગ્ન સ્થાનમાં બેઠા શનિનાં લીધે માર્ગ અને મકાન ખાતાના મંત્રી તરીકે વર્ષ ૧૯૯૬ થી ૧૯૯૯ સુધી મુંબઈ (Mumbai)અને મહારાષ્ટ્રમાં સારું કામ કર્યું હતું.

ગુરુની દશા ૧૧/૦૩/૧૦થી ચાલુ થતા તેઓ ભાજપનાં અધ્યક્ષ બન્યા હતા અને ૨૦૧૩ સુધી તેઓ પક્ષના પ્રમુખ રહ્યા. ગુરૂ દશમ સ્થાનમાં સૂર્યનાં ઘરમાં બેઠા છે. નિતીન ગડકરીના જન્માક્ષરમાં ગુરૂ બીજા અને પંચમ ભાવનો સ્વામી છે અને તે સૂર્યનાં ઘરમાં બેઠા છે. એટલે ત્રિકોણનો સ્વામી કેન્દ્રમાં મિત્ર સૂર્યનાં ઘરમાં બેઠા હોવાથી તે સારા પરિણામ આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપશે. નિતીન ગડકરીના જન્માક્ષર પ્રમાણે તેમની ગુરૂની દશા ૧૧/૦૩/૨૦૨૬ સુધી ચાલશે.

હાલમાં નિતીન ગડકરીની ગુરૂમાં ચંદ્રની દશા ચાલે છે, જે મનને વિચલિત કરી શકે છે. પરંતુ ગુરૂની દ્રષ્ટિ ચંદ્ર ઉપર હોવાના કારણે તેમની આગેવાની હેઠળ ક્રિયાત્મક કાર્યો થશે. તારીખ ૧૧/૧૧/૨૨થી ૧૭/૧૦/૨૩ સુધી ગુરૂમાં મંગળની અંતરદશા રહેશે. તે વખતે નિતીન ગડકરી ઘણા મુદ્દાઓ બાબતે મક્કમ અને નિર્ભય નિર્ણયો લઇ શકશે. જો કે મંગળ અષ્ઠમ સ્થાનમાં હોવાથી અમુક વખત તેઓ નિવેદનોથી ચર્ચામાં આવી શકે છે.

ગોચરનો શનિ ૧૨ જુલાઈ ૨૦૨૨થી વક્રી થઇને મકર રાશીમાં નિતીન ગડકરીનાં જન્માક્ષરનાં ત્રીજા ભાવમાં ભ્રમણ કરે છે. જે ૨૪ ઓકટોબર ૨૦૨૨નાં રોજ માર્ગી થશે. આ સમય ખાસ કરીને નવેમ્બર ૨૦૨૨ ઉપરાંત તેમના માટે સારું પરિણામ આપશે. શનિ ગોચરમાં ૧૮/૦૧/૨૩નાં રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તે વખતે તેની ગુરૂ ઉપર દ્રષ્ટિ થતા નિતીન ગડકરી ચર્ચાઓમાં આવી શકશે. 

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- બીચ પર ગુમ થયેલી પત્નીને શોધવા પતિએ ખર્ચ્યા એક કરોડ- પણ સત્ય સામે આવ્યું ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઇ

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version