Site icon

ટ્રેનમાં લગેજ માટે વધુ પૈસા ચૂકવવા પડશે એવા સમાચારોનું રેલવેએ કર્યું ખંડન-વહેતા થયેલા અહેવાલો પર કરી આ સ્પષ્ટતા- જાણો શું કહ્યું

 News Continuous Bureau | Mumbai

રેલ્વેએ(Railway) તેની લગેજ પોલિસીમાં(Policy) ફેરફાર કર્યો છે. તેથી મુસાફરોને હવે ટ્રેનની મુસાફરીમાં(Train travelling) ચોક્કસ વજનથી વધુ સામાન લઈ જવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે એવા સમાચાર છેલ્લાં થોડા દિવસથી સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયા છે. તેથી લોકો પેનિક થઈ ગયા હતા. જોકે હવે છેવટે રેલવે મંત્રાલયે(Ministry of Railways) સ્પષ્ટતા આપી છે અને  આ વાતને અફવા ગણાવી છે. રેલવે મંત્રાલયે કહ્યું કે રેલ્વેએ તેની લગેજ નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Join Our WhatsApp Community

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા રેલવે તરફથી લગેજ પોલિસીમાં ફેરફારના સમાચારો ફરતા થયા છે. જો કે, ભારતીય રેલવે(Indian railway) દ્વારા આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી, અને માલસામાન વહન કરવાના નિયમો દસ વર્ષથી વધુ સમયથી અમલમાં છે એવું રેલવે મંત્રાલયે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું.

એ સાથે જ રેલવે મંત્રાલયે અપીલ કરી છે કે હાલમાં વાયરલ થઈ રહેલા આ સમાચાર માત્ર અફવા છે અને તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : તબીબી જગતમાં ચમત્કાર સર્જાયો-એક સાથે 18 દર્દીઓ કેન્સર મુક્ત થયા-શું કેન્સરનો ઈલાજ મળી ગયો

સોશિયલ મીડિયામાં ફરી વળેલા મેસેજ મુજબ રેલવેના નવા નિયમો અનુસાર, સ્લીપર કોચમાં(Sleeper coach) મુસાફરોને 40 કિલો, એસી ટુ ટાયર કોચમાં(AC to Tire Coach) 50 કિલો અને ફર્સ્ટ ક્લાસ એસીમાં 70 કિલો વજન વહન કરવાની છૂટ છે. જો કે, એવું નોંધવામાં આવ્યું હતું કે તે કરતાં વધુ વહન કરનાર મુસાફરોને સામાનના દર કરતાં છ ગણો દંડ ફટકારવામાં આવશે. પરંતુ હવે રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિયમ જૂનો છે.
 

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version