Site icon

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત, નેપાળ અને ચીન નહીં, ટૂંક સમયમાં ભારતીયો આ રાજ્ય થઈને કરી શકશે કૈલાશ માનસરોવરની યાત્રા; જાણો કેવી રીતે 

News Continuous Bureau | Mumbai

કૈલાશ માનસરોવર યાત્રા (Kailash Mansarovar Yatra) હિંદુઓ તેમજ જૈન અને બૌદ્ધ ધર્મના લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે. હિન્દુ માન્યતા મુજબ કૈલાશ પર્વત પર સાક્ષાત શિવજીનો વાસ છે. આથી જ હિન્દુ ધર્મમાં આ યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ઉત્તરાખંડ (Uttarakhand)થી કૈલાશ માનસરોવર યાત્રા માટે જે રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેના પડઘા લોકસભામાં સાંભળવા મળ્યા. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari)એ લોકસભામાં કહ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં ભારતીય નાગરિકો ચીન (China)કે નેપાળ (Nepal)માંથી પસાર થયા વિના કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકશે. આ માટે ઉત્તરાખંડનાં પિથોરાગઢ(Pithoragarh)થી એક રસ્તો બનાવવામાં આવી રહ્યો છે કે જે સીધો માનસરોવર તરફ જશે. તેઓએ કહ્યું કે, ઉત્તરાખંડમાંથી પસાર થતો માર્ગ ન તો માત્ર સમય જ ઘટાડશે પરંતુ હાલના ટ્રેકથી વિપરીત મુસાફરોને સરળ માર્ગ પણ આપશે.

 આ સમાચાર પણ વાંચો : અરે વાહ! મુંબઈના 13 વિસ્તારના આ રસ્તાઓ સવાર-સાંજ ફક્ત સિનિયર સિટિઝન અને બાળકો માટે રિર્ઝવ, મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદ (Parliament)માં એમ પણ કહ્યું હતું કે તેમનું મંત્રાલય જમ્મુ અને કાશ્મીરમાં રોડ કનેક્ટિવિટીનું વિસ્તરણ કરી રહ્યું છે, જે શ્રીનગર અને દિલ્હી અથવા મુંબઈ વચ્ચેના મુસાફરીના સમયમાં ભારે ઘટાડો કરશે. મંત્રીએ વધુમાં કહ્યું કે ચાર ટનલ – લદ્દાખથી કારગિલ, કારગીલથી ઝેડ-મોર, ઝેડ-મોરથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ -નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. Z-ટર્ન તૈયાર થઈ રહ્યો છે. ઝોજિલા ટનલનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે. હાલમાં લગભગ 1,000 કર્મચારીઓ અહીં કામ કરી રહ્યા છે. મેં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2024 સુધીની સમયમર્યાદા આપી છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version