Site icon News Continuous Bureau | Mumbai

હવે જો તમારી પાસે પાર્કિંગ ન હોય તો પોલીસને સંપર્ક કરો, પાર્કિંગ માટે પોલીસની આ સ્કીમ ચાલુ છે. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

29 જાન્યુઆરી 2021

મુંબઈ શહેરમાં પાર્કિંગ એ બહુ મોટી સમસ્યા છે. અનેક સોસાયટીઓ એવી છે જેના કમ્પાઉન્ડ ની અંદર પાર્કિંગની જગ્યા નથી. આ પરિસ્થિતિમાં લોકોને રસ્તા પર ગાડી પાર્ક કરવી પડે છે. આ ઉપરાંત લોકોને પોલીસ વિભાગના જ કર્મચારીઓ તરફથી સમસ્યાનો સામનો કરવો પડે છે અને પોલીસ ગાડી ને દંડ ફટકારે છે.

આ સમસ્યાનો અંત લાવવા ટ્રાફિક વિભાગ હવે નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે. ટ્રાફિક વિભાગે તમામ સોસાયટીને આહવાન કર્યું છે કે જે સોસાયટીમાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોય તે સોસાયટીમાં લોકો પોલીસનો સંપર્ક સાધે. ત્યારબાદ પોલીસ એ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરશે. જેઓની ગાડી પાર્ક કરવાની જગ્યા નથી તે લોકોને નવા પાર્કિંગ લોટ આપશે અથવા પાર્કિંગ ક્યાં કરવું તે સંદર્ભે સલાહ આપશે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં જૂની ઇમારતોમાં પાર્કિંગની સમસ્યા દેખાઈ રહી છે. આ પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસની આ નવતર મોહિમ‌ એક સારો પ્રયાસ છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version