ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
મુંબઈ શહેરમાં ગુજરાતી શાળાઓ તો ઝટ બંધ થઈ રહી છે. પરંતુ હવે માસ્ટર્સ ડિગ્રી પણ બંધ થાય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતી માધ્યમિક ભાષામાં ભણેલા અનેક વિદ્યાર્થીઓ સ્નાતક અને અનુસ્નાતક ભણતર માટે એડમિશન લઈ રહ્યા હતા.
જોકે ચાલુ વર્ષે પ્રથમ વખત મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં એકેય વિદ્યાર્થીએ એડમિશન લીધું નથી.
માત્ર ગુજરાતી જ નહીં પરંતુ સિંધી અને રશિયન સ્ટડીઝમાં પણ એકે વિદ્યાર્થી એડમિશન લીધું નથી. મરાઠી ની હાલત પણ એવી જ છે. અહીં માત્ર ચોવીસ વિદ્યાર્થીઓએ મરાઠીમાં અનુસ્નાતક ડિગ્રી માટે એડમિશન લીધું.
આમ વિદ્યાર્થીઓને અલગ અલગ ભાષા અને સંસ્કૃતિ ભણવામાં હવે રસ નથી એવું દેખાઈ રહ્યું છે.
