Site icon

લો બોલો.. પુતિનના ‘કર્મો’ ની સજા મળી રશિયાના આ 198 વર્ષ જૂના ઓક વૃક્ષને.. જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુક્રેન સામે યુદ્ધ શરૂ કરવાની સજા એક વૃક્ષને ભોગવવી પડી છે. એક પ્રખ્યાત ૧૯૮ વર્ષ જૂના રશિયન ઓક વૃક્ષને યુરોપિયન ટ્રી ઓફ ધ યર સ્પર્ધામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયાના હુમલાને કારણે આવું કરવામાં આવ્યું છે. આ વૃક્ષ નવલકથાકાર ઇવાન તુર્ગેનેવ દ્વારા વાવવામાં આવ્યું હતું. બ્રસેલ્સમાં એક પેનલ દ્વારા વૃક્ષને સ્પર્ધામાં ભાગ લેતા પહેલાં ગેરલાયક ઠેરવવામાં આવ્યું હતું. “આ પાડોશી દેશ સામે આક્રમકતાને કારણે કરવામાં આવ્યું છે,” પેનલે તેના નિવેદનમાં જણાવ્યું. વ્લાદિમીર પુતિનના યુક્રેન પર આક્રમણના કારણે તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકે નહિ. જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. ગયા વર્ષે તોફાનમાં આ વૃક્ષ ધરાશાયી પણ થયું હતું. 

Join Our WhatsApp Community

‘યુરોપિયન ટ્રી ઓફ ધ યર’ સ્પર્ધા ૨૦૧૧માં શરૂ કરવામાં આવી હતી. પરંતુ આયોજકોને લાગ્યું કે વૈશ્વિક રાજકારણથી દૂર રહેવું તેમના માટે ખૂબ મુશ્કેલ છે. બેલ્જિયમના બ્રસેલ્સમાં આયોજિત એક કાર્યક્રમમાં પોલેન્ડના બિયાલોવીઝા જંગલમાં ૪૦૦ વર્ષ જૂના ઓકના ઝાડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના નિર્ણાયકોએ કહ્યું કે આ વૃક્ષ પોલેન્ડના પ્રતિકારનું પ્રતીક બની ગયું છે. તે જ સમયે, બીજા સ્થાને સ્પેનના સેન્ટિયાગો ડી કોમ્પોસ્ટેલા ક્ષેત્રમાં ૨૫૦ વર્ષ જૂનું ઓકનું વૃક્ષ રહ્યું અને ત્રીજું સ્થાન પોર્ટુગલના એક ગામ વેલે ડો પેરેઈરોમાં ૨૫૦ વર્ષ જૂના કોર્ક ઓકના ઝાડને મળ્યું. 

આ સમાચાર પણ વાંચો : રસ્તા પર ગમે ત્યાં વાહનો પાર્ક કર્યા છે તો આવી બનશે!! વસઈ-વિરાર પાલિકાએ બેવારસ વાહનોને લઈને લીધો આ મહત્વનો નિર્ણય.. જાણો વિગતે

આ વર્ષની શરૂઆતમાં બિયાલોવીજા જંગલમાં ૧૧૫-માઇલ અને ૧૮-ફૂટ-ઉંચી ધાતુની દિવાલ બનાવવાનું કામ શરૂ થયું હતું. તેનો હેતુ સ્થળાંતર કરનારાઓને બેલારુસથી પોલેન્ડ જતા અટકાવવાનો હતો. પોલેન્ડના આ વૃક્ષને શરૂઆતમાં વિરોધ તરીકે સ્પર્ધામાં સામેલ કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ૧૫ દેશોએ ભાગ લીધો હતો. આ દેશોએ પોતાના દેશનું શ્રેષ્ઠ વૃક્ષ પસંદ કરવા સ્પર્ધા પણ યોજી હતી. આયોજકોમાંના એક જાેસેફ જરીએ કહ્યું કે રશિયાના પ્રવેશને અવરોધિત કરવું દુઃખદાયક હતું. તેમણે કહ્યું, ‘હું કલ્પના કરી શકું છું કે ઘણા સામાન્ય રશિયન લોકોએ કોઈપણ રાજકીય હિત વિના તેમના પ્રિય વૃક્ષને મત આપ્યો અને તેઓ ખૂબ જ નિરાશ થયા.’ સ્પર્ધામાંથી પ્રતિબંધિત થયા પહેલા રશિયા સતત ચાર વર્ષ સુધી પ્રથમ, બીજા કે ત્રીજા સ્થાને રહ્યું હતું. 

Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Exit mobile version