ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નવાં રોબોટને જન્મ અપાવવાનો પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો હતો અને નવાં જન્મેલા રોબોટને બેબી ઝેનોબોટ્સ નામ આપવામાં આવ્યું હતું. અમુક દિવસ પછી આ બેબી ઝેનોબોટ્સ હલનચલન કરવા અને મૂળ ઝેનોબોટ્સની જેમ કામગીરી કરવા સક્ષમ હતા. સુરક્ષાના કારણોસર બેબી ઝેનોબોટ્સને અલગ લેબોરેટરીમાં રાખવામાં આવ્યા હતા. ઉપરાંત આ સંશોધનનો દુરૂપયોગ ન થાય તે માટે એથિક્સ એક્સપર્ટની દેખરેખ હેઠળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો અને બેબી ઝેનોબોટ્સ બાયોડિગ્રેડેબલ હોવાથી સંશોધનના અંતે તેમનો નાશ કરવામાં આવ્યો હતો.વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં વૈજ્ઞાાનિકોએ વિશ્વના પ્રથમ જીવિત રોબોટની શોધ કરી હતી, હવે અમેરિલાકની યુનિવર્સિટી ઓફ વર્મોન્ટના સંશોધકોએ તારણ મેળવ્યું છે કે આ રોબોટ નવાં રોબોટને જન્મ આપવા પણ સક્ષમ છે. આ રોબોટને ઝેનોબોટ્સ તરીકે ઓળખ આપવામાં આવી છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે ઝેનોબોટ્સ પાસે પ્રજાેત્પાદનની અલગ જ રીત છે અને આ પ્રકારનું પ્રજાેત્પાદન પ્રાણીઓ કે છોડમાં જાેવા મળતું નથી. યુનિવર્સિટી ઓફ વર્મોન્ટના કમ્પ્યૂટર સાયન્સ પ્રોફેસર અને રોબોટિક્સ એક્સપર્ટ જાેશ બોન્ગાર્ડનું કહેવું છે કે મોટાંભાગના લોકો એવું વિચારે છે કે રોબોટ ધાતુઓ અનેસિરામિકના બનેલા હોય છે. ઝેનોબોટ્સ એક રીતે રોબોટ છે પરંતુ તેમાં દેડકાના અનમોડિફાઇડ કોષમાંથી બનાવેલું ઓર્ગેનિઝમ છે. તેમાં પરમાણુ સ્તરે કાઇનેટિક રેપ્લિકેશનની પ્રક્રિયા થાય છે અને તેના આધારે રિપ્રોડક્શન એટલે કે પ્રજાેત્પાદન થાય છે. તેમાં પણ રોબોટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નાંખવામાં હોવાથી તે પ્રજાેત્પાદન માટે વધુ સક્ષમ બને છે.
