Site icon

Organ Donation : મૂળ નેપાળના અને સુરતમાં રહેતા 23 વર્ષીય બ્રેઈનડેડ યુવાનના દાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું

Organ Donation : કોઈ અજાણ્યા વ્યક્તિએ નબરાજના મોબાઈલથી સંપર્ક કરી ઘરપરિવારને જાણ કરી હતી અને ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તા.૦૨ જાન્યુ.એ રાત્રે વાગ્યે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજનું નિદાન થતા સિવિલના આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા.

Organ Donation 23-year-old braindead Nabaraj Bhujel, originally from Nepal and living in Surat, will give a new life to four people with the donation of liver, two kidneys and a heart.

Organ Donation 23-year-old braindead Nabaraj Bhujel, originally from Nepal and living in Surat, will give a new life to four people with the donation of liver, two kidneys and a heart.

News Continuous Bureau | Mumbai

Organ Donation : સુરત ( Surat ) ની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન ( Organ Donation ) થયું છે. અને મૂળ નેપાળના અને સુરત નજીક આવેલા મગદલ્લામાં રહી રસોઈકામ કરતા બ્રેઈનડેડ ( Braindead )  નબરાજ ભુજેલના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન ( new Life )મળશે.

Join Our WhatsApp Community

મૂળ ધનુસા નગરપાલિકા, ગણેશમાન સારનાથ વોર્ડ નં-૫, નેપાળના વતની ૨૩ વર્ષીય નબરાજ બહાદુરભાઈ ભુજેલ રસોઈ કામ સાથે સંકળાયેલ હતા. તા.૦૨ જાન્યુ.ના રોજ પોતાની બહેનના ઘરેથી બાઈક પર પરત ફરી રહ્યા હતાં, ત્યારે બાઈકનો અકસ્માત થયો હતો. 

રસ્તા પર બેભાન અવસ્થામાં મળી આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ નબરાજના મોબાઈલથી સંપર્ક કરી ઘરપરિવારને જાણ કરી હતી અને ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કરી નવી સિવિલ હોસ્પિટલમાં તા.૦૨ જાન્યુ.એ રાત્રે વાગ્યે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં માથામાં ગંભીર ઈજા અને હેમરેજનું નિદાન થતા સિવિલના આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. સઘન સારવાર બાદ તા.૪થીએ રાત્રે ૯.૪૯ વાગ્યે ડો.જય પટેલ તથા ડો.હરિન મોદી, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Gold-Silver Rates : સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, તો ચાંદીની ચમક વધી, જાણો કેટલા ચાલી રહ્યા છે સોના-ચાંદીના રેટ..

નેપાળી પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ નબરાજના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. મગદલ્લાના ભાટિયા ફાર્મમાં રહેતા તેમના પત્ની ભગવતીબેન સહિત પરિવારે સંમતિ આપતા તા.૫મીએ બ્રેઈનડેડના કિડની અને લીવરને અમદાવાદની KD હોસ્પિટલ ખાતે તથા હ્રદય સિમ્સ હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયા વિભાગના વડા ડો.નિતા કવિશ્વરના માર્ગદર્શનમાં એનેસ્થેસિયાના ડોક્ટર્સની ટીમ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.

નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૫૨ મુ સફળ અંગદાન થયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version