Site icon

હવે તુલસી ના માસ્ક બજાર માં આવ્યા, 50 વાર ધોઈને પહેરી શકાય. વડોદરા ના પ્રોફેસરે કરી શોધ… વાંચો વધુ વિગત

Danger because of this reason again put masks on mumbaikars

સાવધાન! મુંબઈગરાઓને ફરીથી માસ્ક પહેરવાનો વારો આવી શકે છે.. કોરોના નહીં પણ આ કારણે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

વડોદરા

Join Our WhatsApp Community

25 જુન 2020

રોજિંદા જીવનમાં વધી રહેલા કેમિકલના ઉપયોગ બાદ તેની સાઇડ ઇફેક્ટથી સૌ કોઈ વાકેફ થઇ રહ્યા છે. આથી હવે જમાનાને અનુરૂપ ઓર્ગેનિક ફેસમાસ્ક પણ બજારમાં આવી રહ્યા છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટી ઓફ  ટેકનોલોજીના ફેકલ્ટીના પ્રોફેસરે તુલસી, લીમડો, અરડૂસી અને મંજિષ્ઠા નો ઉપયોગ કરી એન્ટીબેક્ટેરિયલ માસ્ક બનાવ્યા છે. આ ડોક્ટર પ્રોફેસરનો દાવો છે કે માસ્કને પચાસ વખત ધોવામાં આવે તો પણ તેમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ ની ડિકમ્પોઝ કરવાની ક્ષમતા ઓછી થતી નથી. તેમણે અત્યાર સુધી અઢીસોથી ત્રણસો એન્ટીબેક્ટેરિયલ માસ્ક બનાવી પોતાની ફેકલ્ટી, સોસાયટી, અને હોસ્પિટલોમાં વહેંચ્યાં છે પરંતુ દરેક જગ્યાએથી તેમને સારો પ્રતિભાવ મળ્યો છે.

આમ તો પ્રોફેસરને 2014 માં સાથી વિદ્યાર્થી સાથે મળીને તુલસીના રસમાંથી કોપર સિલ્વરના નેનો-પાર્ટીકલ્સ બનાવી તેનો ઉપયોગ કોટનના કાપડ પર કર્યો હતો. હવે આટલા વર્ષો બાદ એ રીતે તૈયાર થયેલું કાપડ એન્ટીબેક્ટેરિયલ છે કે નહીં તે જાણવાનો પ્રયાસ તેમણે કર્યો છે કારણ કે હાલ દરેક વ્યક્તિને માસ્ક ની જરૂર પડી રહી છે. આથી તેમણે દક્ષિણ ભારતની એક જાણીતી અને સુરતની એક લેબોરેટરીમાં આ કપડું ટેસ્ટ માટે મોકલ્યું હતું. જ્યાં પહેલી ટેસ્ટમાં સફળતા મળી છે અને આ કાપડ અનેક વખત ધોવા છતાં તુલસી અરડુસી કડવો લીમડો અને મંજિષ્ઠા- આ ચારેય મળી બેક્ટેરીયા કે વાઈરસ ને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે એ પણ સ્પષ્ટ થયું છે. લેબમાં સફળ પરિક્ષણ બાદ તેમનું કહેવું છે કે આમાંથી બનેલું કપડું ખાસ કરીને પીપીઈ કિટ માટે સૌથી ઉત્તમ રહેશે. કારણકે ડોક્ટર સહિત હોસ્પિટલના સ્ટાફે આખો વખત પીપીઈ પહેરી રાખવાની હોય છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
Exit mobile version