વર્ષ 2020માં કોરોના લોકડાઉનને પગલે મોટા ભાગની પેસેન્જર ટ્રેનો બંધ હોવા છતાં રેલવેના ટ્રેક પર 8700 લોકોનાં મોત થયા છે.
રેલવે બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્ય પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2020માં રેલવે ટ્રેક પર 8733 લોકોનાં મોત થયા છે અને 805 લોકો ઘાયલ થયા છે. જેમાં મોટે ભાગે પરપ્રાંતીય મજૂરો હતાં.
આ મજૂરોએ ચાલીને ઘરે જવા માટે રેલવે ટ્રેક પસંદ કર્યો હતો કારણ કે ટ્રેનના રૂટ રોડ અને હાઇવે કરતાં ટૂંકા હોય છે.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના એક એક્વિસ્ટ દ્વારા રાઇટ ટુ ઇન્ફરમેશન એક્ટ(આરટીઆઇ) હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં રેલવે બોર્ડે આ આંકડા જાહેર કર્યા હતાં.
