Site icon

પાનકાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ સમાપ્ત- હવે ચૂકવવો પડશે આટલો દંડ- જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

પાન કાર્ડને(PAN card) આધાર કાર્ડ(aadhar card) સાથે લિંક(linking) કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પાન-આધાર લિંક કરવાની 30 જૂન, 2022ની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. હવે આ બંને મહત્વના દસ્તાવેજોને(Documents) લિંક નહીં કરવા બદલ દંડ ચૂકવવો પડવાનો છે. 

Join Our WhatsApp Community

હવે જો તમે પાન કાર્ડ સાથે આધાર લિંક કરવા માંગો છો તો તમારે ડબલ પેનલ્ટી(Double penalty) ચૂકવવી પડી શકે છે. શરૂઆતમાં, UIDAIએ PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 31 માર્ચ નક્કી કરી હતી. બાદમાં 500 રૂપિયાના દંડ સાથે તેને 30 જૂન, 2022 સુધી લંબાવવામાં આવ્યો હતો. પરંતુ હવે, 500 રૂપિયાની લેટ ફી(Late fee) સાથે, PAN આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પણ સમાપ્ત થઈ ગઈ છે. આથી આજથી રૂ. 1 જુલાઈથી 1000 રૂપિયાની લેટ ફી ચૂકવવામાં આવે તો પાન કાર્ડ-આધાર કાર્ડને લિંક કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો :  લાંબા અંતરના પ્રવાસીઓને થશે રાહત- શૌચાલયોને લઈને રેલવે પ્રશાસને લીધો આ નિર્ણય-જાણો વિગત

PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?

આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.incometax.gov.in/iec/portal પર જાઓ.

પછી લિંક આધારનો ઓપ્શન પસંદ કરો. જો તમે PAN કાર્ડની લિંક જુઓ છો, તો ત્યાં તમારું PAN અને આધાર કાર્ડ લિંક છે. આ તે છે જ્યાં તમારે લિંક કરવાની જરૂર છે. https://www.incometaxindiaefiling.gov.in/home વેબસાઇટ પર જાઓ. લિંક આધારનો ઓપ્શન પસંદ કરો. પછી આધારની વિગતો ભરો. પછી OTP વિકલ્પ પસંદ કરો. આ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તે દાખલ કરો. લેટ ફી ચૂકવ્યા પછી, તમારું PAN અને આધાર કાર્ડ લિંક થઈ જશે.

પાન કાર્ડ – આધાર કાર્ડ માટે દંડની ચુકવણી માટેની પ્રક્રિયા

https://onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp પર જાઓ.

અહીં લિંક રિક્વેસ્ટ(Link Request) માં ચલાન નંબર ITNS 280 પર ક્લિક કરો. પછી ટેક્સ એપ્લિકેબલ(Tax Applicable) વિકલ્પ પસંદ કરો.

બમણી પેનલ્ટી ફી ભરો. આ માટે, પેનલ્ટી ચુકવણી ઓપ્શનને પસંદ કરો. આ માટે નેટ બેંકિંગ(Net Banking) પ્રક્રિયા અથવા કાર્ડ મોડ દ્વારા ચુકવણી કરો. PAN નંબર અને એસેસમેન્ટ  વર્ષ દાખલ કરો. કેપ્ચા કોડ દાખલ કરો.

સબમિટ વિકલ્પ પર ક્લિક કરવાથી પાન અને આધાર કાર્ડ લિંક થઈ જશે.
 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version