જોતજોતામાં જ ફ્લાઇટ બની અગ્નિગોળો મુસાફરો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા… જુઓ વીડિયો

People Running Away From Burning Plane Accident

People Running Away From Burning Plane AccidentPeople Running Away From Burning Plane Accident

  News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વિડીયો વાયરલ થાય છે, પરંતુ હ્રદયસ્પર્શી સત્ય ઘટનાઓના આશ્ચર્યજનક વિડિયો અવાર નવાર યુઝર્સને વિચલિત કરે છે. આવા વીડિયો મોટાભાગે કોઈપણ માર્ગ અકસ્માત કે ક્રેશ થયેલા પ્લેન કે ટ્રેન સાથે સંબંધિત હોય છે. આવો જ એક હેરાન કરનારો વિમાનનો વીડિયો સામે આવ્યો છે જેમાં ભીષણ આગ લાગી છે અને લોકો તેની અંદરથી હોવ બચાવવા ભાગતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રનવે પર એક પ્લેન ઊભું છે અને તેમાં ભયાનક આગ લાગી છે. આ આગ વિમાનના પાછળના ભાગમાં જ લાગી છે. વીડિયો જોઈને લાગે છે કે પ્લેનમાં ટેક્નિકલ ખામીના કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હશે અને આ દરમિયાન પ્લેનમાં આગ લાગી ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યાત્રીઓ પ્લેનની આગળથી ભાગી રહ્યા છે.

https://twitter.com/i/status/1655256427894837248

પ્લેનમાં આગનો વીડિયો વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે આ સળગતા પ્લેનના આગળના ભાગનો ઈમરજન્સી ગેટ ખુલ્લો છે અને મુસાફરો તેમાંથી ઝડપથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ViciousVideos નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. જોકે પોસ્ટમાં આ માહિતી આપવામાં આવી નથી કે આ ઘટના ક્યાંની છે અને આ વીડિયો ક્યારેનો છે.

આ સમાચાર પણ વાંચો : આ દિશામાં ઘરની દિવાલ પર પીળો રંગ ન હોવો જોઈએ; પરિવારમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે

Exit mobile version