Site icon

યુનિવર્સીટી ને ચોંકાવનાર અહેવાલ. કોરોના ની કોલરટ્યૂન ને કારણે લોકો આ રોગ નો ભોગ બની રહ્યાં છે. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

14 જાન્યુઆરી 2021 

અતિ હંમેશા નુકશાનકારક હોય છે. છેલ્લા નવ નવ મહિનાથી ફોનમા કોરોનાની કોલર ટ્યુન સાંભળીને લોકો કંટાળ્યા હતાં. હવે યુનિવર્સિટીના એક અભ્યાસમાં જણાયું છે કે જે રીતે લાંબી ને લાંબા સમયથી વાગતી ટેપ સાંભળીને લોકો એન્ગઝાઇટી નો ભોગ બની રહયાં છે.  

આમ તો કોરોનાની કોલર ટ્યૂન, લોકોમાં જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ તેનાથી માનસિક રીતે લોકો કંટાળ્યા છે.  કેમ કે, કોઈપણ બાબત વધુ વખત સાંભળવામાં આવે એટલે તેનાથી લોકો ગુસ્સો, અકળામણ અને અન્ય કેટલીક બાબતોની તેમના મન અને શરીર પર ઊંડી અસર થઈ છે. 

કોરોનાની કોલર ટ્યૂનને લઈ 1190 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષના માર્ગદર્શનમાં પીએચડીની વિદ્યાર્થિનીએ સરવે કર્યો હતો. જેમાં 90.70 % લોકો કોઈ ઈમરજન્સી ફોન કરવાનો હોય અને કોરોનાની ટ્યૂન પૂરી થાય તેની રાહ જોવી પડે ત્યારે અકળામણ કે ગુસ્સો અનુભવે છે. 

85.30% એ ના અને 14.70 % લોકોએ એ કહ્યું કે કોરોના ટ્યૂનથી હવે કંટાળ્યા, સમયની બરબાદી છે. ઈમરજન્સી માં માણસ મરી જાય પછી સામે રિંગ જાય એવું બની શકે છે.. 

કોરોનાની ટ્યૂન સાંભળવી ન પડે તે માટે કોઈ કીમિયો અજમાવો છો? એ સવાલના જવાબમાં 65.30 % એ ‘હા’ અને 34.70% એ ‘ના’ કહી હતી. 

જ્યારે આ ટ્યૂન હવે રાખવી જોઈએ નહીં એવું કહેનારા 100 માંથી 91 લોકો હતાં. જેનો અર્થ એ થયો કે સરકારે હવે વહેલી તકે કોરોનાની કોલર ટ્યુન કાઢી નાખવી જોઈએ એમ દેશવાસીઓ ની માંગ છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version