Site icon News Continuous Bureau | Mumbai

તમારા ઘરે પાળેલા જાનવરો છે- તો જાણી લો આ મહત્વની વાત

News Continuous Bureau | Mumbai

જો તમારા ઘરે શ્ર્વાન અથવા બિલાડી(Pet Dogs and cats)  જેવા પાલતુ પ્રાણીઓ(Pet  Animals) છે, તો તમારી માટે મહત્વના સામાચાર છે. પાળેલા કુતરા અથવા બિલાડીને વર્ષમાં એક વખત  હડકવાની (રેબીઝ)(rabies)ની રસી આપવી જરૂરી છે. તેથી જો હજી સુધી તમે તમારા પાળેલા જાનવરોને આ વેક્સિન આપી નથી. તો તુરંત તેમના પશુચિકિત્સકની(veterinarian) સલાહ મુજબ હડકવાની રસી(Rabies vaccine) અપાવી દેજો.

Join Our WhatsApp Channel

આજે 28 સપ્ટેમ્બરનો દિવસ વિશ્વમાં રેબીઝ ડે(Rabies Day) તરીકે મનાવવામાં આવે છે. મુંબઈમાં પણ મુંબઈ મહાનગરપાલિકાના (BMC) એનિમલ મેડિકલ હેલ્થ વિભાગ(Department of Animal Medical Health) દ્વારા દર વર્ષે આ દિવસે વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. તે મુજબ  મુંબઈમાં રખડતા કૂતરાઓનું એન્ટી વર્લ્ડ રેબીઝ ડેના(Anti-World Rabies Day) દિવસે વેક્સિનેશન અભિયાન(Vaccination campaign) સાથે જનજાગૃતિના( public awareness)કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવવાના છે. મુંબઈમાં  અંદાજે 5,000  રખડતા કૂતરાઓને હડકવા સામે રસી આપવામાં આવવાની છે. તે માટે મુંબઈની વિવિધ પ્રાણીપ્રેમી સંસ્થાઓનો સહકાર લેવામાં આવવાનો છે.

પાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ મહાનગરપાલિકાના એનિમલ મેડિકલ હેલ્થ વિભાગના ઉપક્રમે અને મહાનગરપાલિકાની વિવિધ પ્રાણીપ્રેમી સંસ્થાઓના સહયોગથી રખડતા કૂતરાઓ માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેથી જો તમારી પાસે પાળેલો શ્વાન અથવા બિલાડી છે, તો તેને પણ તુરંત આ વેક્સિન અપાવી દેજો. વર્ષમાં એકવાર તમારા પાળેલા પ્રાણીઓને  હડકવાની રસી આપવી ફરજિયાત છે.

આ સમાચાર પણ વાંચો : લો કરો વાત- દર વર્ષે દેશમાં આટલા કરોડ લોકોને કૂતરા-બિલાડા ભરે છે બચકાં- જાણો ચોંકાવનારો આંકડો

રખડતા કૂતરાઓ માટે રસીકરણ અભિયાન 9 ઑક્ટોબર, 2022 સુધી અમલમાં મૂકવાનું આયોજન છે. આ અભિયાનમાં 20 પશુ ચિકિત્સકો પણ ભાગ લેશે. તેમજ રખડતા કૂતરાઓને રસી આપવામાં આવશે. 9 ઓક્ટોબર, 2022 સુધી અમલમાં આવનારી આ ઝુંબેશ પહેલા  તબક્કામાં પ્રાયોગિક ધોરણે છે અને ત્યાર બાદ સતત આ અભિયાન ચલાવવાની યોજના છે.

હડકવા એ એક ચેપી રોગ છે જે ચેપગ્રસ્ત પ્રાણીઓ જેમ કે કૂતરા અને બિલાડીઓ દ્વારા કરડવાથી અથવા ખંજવાળ્યા પછી થાય છે. જ્યારે ચેપગ્રસ્ત પ્રાણીની લાળ પીડિતની ચામડી અથવા ઘા સાથે સીધા સંપર્કમાં આવે છે ત્યારે હડકવા સંક્રમિત થઈ શકે છે. હડકવા એ 100% જીવલેણ રોગ હોવા છતાં, આ રોગ 100% અટકાવી શકાય છે. આ રોગ દેશમાં મૃત્યુ અને રોગચાળાના મુખ્ય કારણોમાં નથી, પરંતુ તે ચોક્કસપણે જાહેર આરોગ્ય સમસ્યા તરીકે ઓળખાય છે.

 

Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Exit mobile version