Site icon

ઓમિક્રોનના કહેર વચ્ચે આ વેક્સિન નિર્માણ કંપનીએ કરી ભવિષ્યવાણી – વર્ષ 2024 સુધી કોરોના મહામારીનો કહેર વર્તાશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર. 

વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિન નિર્માતા કંપનીએ નવી ભવિષ્યવાણી કરી છે. 

ફાઈઝરના ચીફ સાયન્ટિફિક ઓફિસર મિકેલ ડોલ્સ્ટને ચેતવણી આપી છે કે કોરોના મહામારી વર્ષ 2024 સુધી ચાલુ રહી શકે છે.

ફાઈઝરના મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી મિકેલ ડોલેસ્ટને રોકાણકારોને જણાવ્યું હતું કે, કંપનીની ધારણા છે કે, કેટલાક વિસ્તારોમાં આગામી 1-2 વર્ષમાં કોરોના મહામારી ચાલુ રહેશે.

જો કે, તેમણે એમ પણ કહ્યું કે સમાજ કેટલી અસરકારક રીતે રસી અને સારવાર વિકસાવવા અને તેનો ઉપયોગ કરવામાં સક્ષમ છે તેના પર પણ તે આધાર રાખે છે. જો રસીકરણનો દર ઓછો હોય, તો ચેપનું જોખમ રહે છે.

ઓમિક્રોન વેરિએન્ટના આગમન પહેલા ટોચના અમેરિકન રોગ નિષ્ણાંત એન્થોની ફૌસીએ આગાહી કરી હતી કે, અમેરિકામાં 2022માં આ મહામારી સમાપ્ત થઈ જશે પરંતુ નવા વેરિએન્ટની ગતિ જે રીતે વધી રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, આ ભવિષ્યવાણી ક્યાંક ખોટી ન સાબિત થઈ જાય.

ઉત્તર પ્રદેશમાં મઉ ખાતે સપા નેતાના ઘરે આયકર વિભાગના દરોડા, કાર્યકરોનો હોબાળો; ભારે ફોર્સ તૈનાત

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version