Site icon News Continuous Bureau | Mumbai

લો કરો વાત, જ્યાં લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ધક્કામુક્કી કરવી પડે છે ત્યાં આ વ્યક્તિ પોતાના ઘોડા સાથે કરી મુસાફરી, ઈન્ટરનેટ પર ફોટો વાયરલ થતાં રેલવે તંત્ર થયું સાબદું; જુઓ ફોટો, જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

 લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે જ્યાં લોકોને મારામારી ઉપર ઉતરવું પડે છે ત્યાં એક વ્યક્તિ પોતાનો ઘોડો લઈને લોકલ ટ્રેનમાં ચડી ગયો. એ સમયે ભીડમાં એક વ્યક્તિએ લોકલ ટ્રેનની ભીડમાં ઘોડાનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર મૂક્યો છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં ભારે ભીડ છે. ભારે મુશ્કેલીથી લોકોને ઉભા રહેવાની જગ્યા મળી છે. આ ભીડમાં એક ઘોડો અને તેની સાથે તેનો માલિક પણ દેખાય છે. હવે આ વ્યક્તિ અને તેના ઘોડાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 આ સમાચાર પણ વાંચો : આટલા વર્ષ માટે સૈન્યમાં ભરતી થઈ દેશસેવા કરવાનું સપનું સાકાર કરી શકાશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ યોજના. જાણો વિગતે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફોટો પશ્ચિમ બંગાળની સિયાલદાહ-ડાયમંડ હાર્બર ડાઉન લોકલ ટ્રેનનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘોડો બંગાળના બરુઈપુરમાં રેસમાં ભાગ લઈને પરત ફરી રહ્યો હતો. ઘોડા સાથે ટ્રેનમાં ચડનાર વ્યક્તિ સામે મુસાફરોએ વાંધો ઉઠાવ્યો, પરંતુ તેણે કોઈની વાત ન સાંભળી.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે દક્ષિણ 24 પરગણાના બરુઈપુર વિસ્તારમાં ઘોડાદોડની હરિફાઈ યોજાઈ હતી. આ ઘોડાના માલિકે તે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે પછી તે પોતાના ઘોડા સાથે દક્ષિણ દુર્ગાપુર સ્ટેશન આવ્યો. તે જ સમયે, પૂર્વ રેલવેના પ્રવક્તાએ કબૂલ્યું છે કે તેમને પણ આવો ફોટો મળ્યો છે, પરંતુ ખરેખર આવું કંઈ બન્યું છે કે નહીં તે જાણી શકાયું નથી. હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટો અંગે લોકો વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ સમજી શકતા નથી કે તે વ્યક્તિ તેના ઘોડા સાથે ટ્રેનમાં કેવી રીતે ચડી ગયો. શું રેલવે સ્ટેશન પર હાજર રેલ્વે જવાનોએ આટલો મોટો ઘોડો દેખાયો ન હતો? નોંધનીય છે કે રેલ્વેએ ટ્રેનમાં પ્રાણીઓના પરિવહન માટે અલગ નિયમો બનાવ્યા છે. પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં પ્રાણીને આ રીતે લઈ જવું એ નિયમોનું સીધું ઉલ્લંઘન છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version