Site icon News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયામાં ચાલતી ફોટો સંદર્ભેની ચેલેન્જમાં ભાગ લેતા પોલીસે દેખાડ્યો છે આ મોટો ખતરો, જાણો વિગતે…

Pakistan: Married Indian Woman Marries Facebook Friend In Pakistan

Pakistan: Married Indian Woman Marries Facebook Friend In Pakistan

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 સપ્ટેમ્બર 2020

સોશિયલ મીડિયાએ એક એવુ પ્લેટફોર્મ છે જ્યા દરેક વસ્તુ તરત વાયરલ થઈ જાય છે અને અનેક વસ્તુઓ ટ્રેન્ડ પણ  કરવા લાગે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક પર કપલ ચેલેન્જ #CoupleChallenge ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ચેલેન્જ હેઠળ યુર્ઝસ પોતાના પાર્ટનર સાથેના અંગત ફોટો ફેસબુક પર અપલોડ કરી રહ્યાં છે. પરંતુ અંગત ફોટાઓ સોશિયલ મીડિયા પર મુકવા સાયબર ક્રાઈમને સામે ચાલીને આમંત્રણ આપવા જેવુ છે. કારણ કે આ અંગત ફોટાઓનો ઉપયોગ સાયબર ક્રાઈમ માટે થઈ શકે છે. દરમિયાન પુણે પોલીસ, અમદાવાદ પોલીસ અને ભરૂચ પોલીસ દ્વારા લોકોને આવા ચેલેન્જોથી દૂર રહેવાની અપીલ કરાઈ છે. સાથે જ લોકોને સાયબર સલામતીના નિયમો જાણ્યા પછી જ સોશિયલ મીડિયા પર એકટીવ થવાનો અનુરોધ કરાયો છે. 

પોલીસનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર પરિવાર સાથેની તસવીરોને અસામાજીક તત્વો મોર્ફ કરી તેનો ગેરઉપયોગ પણ કરતા હોય છે. એટલે લોકોએ જાગૃત રહેવાની જરૂર છે. અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, સોશિયલ મીડિયા પર આવેલા અજાણી વ્યક્તિના મેસેજનો કયારેય જવાબ ન આપો. ત્યારે બીજી બાજુ ભરૂચ પોલીસે ટ્વિટ કરીને સાવધ રહેવાનું જણાવતા કહ્યું હતું કે, જેમ પાણીમાં તરતા ના આવડે તો ડૂબી જવાય છે, તે રીતે સોશિયલ મીડિયામાં ચાલતા ખોટા ટ્રેંડમાં સમજ્યા વગર પડવાથી સાયબર ક્રાઈમનો ભોગ બની જવાય છે.

આ સાથે પુને પોલીસે પણ લોકોને કંઇક આવી જ અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, 'તમારા સાથી સાથેની તસવીર પોસ્ટ કરતા પહેલા અનેકવાર વિચારો. આપણે સાવધ નહીં રહીએતો આ ક્યૂટ ચેલેન્જનો ખોટી દિશામાં ઉપયોગ થઇ શકે છે'. પોલીસ સાથે સાયબર સેલે પણ યુઝર્સને કહ્યું કે, આ પ્રકારની ચેલેન્જનો ભાગ ન બનો અને બને ત્યાં સુધી ટાળો. કારણ કે આવા પ્રકારના ચેલેન્જ માં ફોટાઓનો દુરુપયોગ થઇ શકે છે. જેથી લોકોને તકલીફ પડી શકે છે.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version