ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
આપણે મનુષ્યો વિચારીએ છીએ કે આ દુનિયામાં માનવી જ સૌથી બુદ્ધિશાળી જીવ છે, જો તમે આ વિચારસરણી રાખો છો તો તમે સંપૂર્ણપણે ખોટા છો. જેણે પંચતંત્રની વાર્તાઓ બાળપણમાં વાંચી હશે, તેમને ખબર હશે કે એ વાર્તાઓમાં પ્રાણીઓને પણ ખૂબ જ બુદ્ધિશાળી બતાવવામાં આવ્યાં છે. ચાલો, આજે અમે તમને કેટલાક એવા જીવો વિશે જણાવીએ જે ખૂબ જ હોશિયાર અને જાસૂસ છે. આવા જીવો આપણા માટે ખૂબ ઉપયોગી રહ્યા છે. યુદ્ધ સમયે, આ જીવોએ મનુષ્યોને ખૂબ મદદ કરી છે, જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી.
કબૂતર સંદેશ મોકલવા માટે વપરાય છે
કબૂતર શાંતિનું પ્રતીક છે. જૂના જમાનામાં જ્યારે કૉમ્પ્યુટર અને મોબાઇલ ન હતાં ત્યારે કબૂતરો સંદેશા લઈ જતાં હતાં. કબૂતરને પ્રાચીનકાળથી સંદેશવાહક માનવામાં આવતું હતું. યુદ્ધ દરમિયાન જાસૂસો ગુપ્ત સંદેશા મોકલવા માટે કબૂતરોનો ઉપયોગ કરતા હતા.
કોરોનાની ખરાબ સાઇડ ઇફેક્ટ : સૂંઘવાની શક્તિ પર આ પ્રકારની અસર પડી રહી છે.
ફોટોગ્રાફર કબૂતર
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કબૂતરો માટે ખાસ પ્રકારના કૅમેરા તૈયાર કરવામાં આવ્યા હતા. 1907માં તેના ગળામાં એક નાનો કૅમેરો બાંધવામાં આવતો હતો, જેથી જાસૂસી કરતી વખતે એનો ઉપયોગ કરી શકાય. આવા કૅમેરાનો ક્યારેય ઉપયોગ થયો છે કે નહીં એનો કોઈ પુરાવો નથી.
શ્વાન માણસના શ્રેષ્ઠ મિત્ર છે
જો મનુષ્યની સૌથી નજીકનું કોઈ પ્રાણી હોય તો તે શ્વાન છે. શ્વાનની વિશેષતા એ છે કે તેઓ વફાદાર અને સમજદાર છે. મનુષ્ય પોતાની સલામતી માટે શ્વાનને પોતાની સાથે રાખે છે. શ્વાન બારૂદી સુરંગ અને બૉમ્બની ગંધને સરળતાથી પારખી લે છે. તમને સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળશે, જેમાં શ્વાન મનુષ્યને મદદ કરતા જોવા મળે છે.
ચામાચીડિયું (બેટ)
1940માં અમેરિકાએ એક અનોખો પ્રયોગ શરૂ કર્યો. આ પ્રયોગમાં ચામાચીડિયા પર બૉમ્બ બંધાતો હતો અને એની મદદથી વિસ્ફોટ કરાતો હતો. તે બરાબર ડ્રૉનની જેમ કામ કરતું હતું. એ સમયે આ પ્રયોગ તદ્દન અલગ હતો. લોકોએ આ પ્રયોગ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું.
ભારતે જર્મની અને બ્રિટનને પછડાટ આપી. આ આંતરરાષ્ટ્રીય પદ હાંસલ કર્યું.
જાસૂસ બિલાડી
પ્રાણીઓની વાત કરતાં હોઈએ અને ત્યારે બિલાડીને કોઈ કેવી રીતે ભૂલી શકે. હકીકતમાં 1960માં CIAએ બિલાડીઓ દ્વારા સોવિયેત દૂતાવાસ પર જાસૂસી કરવાની યોજના શરૂ કરી. આ પ્રયોગ સંપૂર્ણપણે અનન્ય અને અલગ હતો. આ પ્રકારની જાસૂસીમાં કોઈ જોખમ નહોતું. CIA બિલાડીઓ પર કામ કરીને માઇક્રોફોન, બૅટરી, એન્ટેના પર ટૅક્સ લગાવતી હતી.
નોકરી કરતા ઉંદરો
જાસૂસીની બાબતમાં ઉંદર પણ કોઈથી ઓછા નથી. ઉંદર હોશિયાર છે, થોડો તોફાની છે, પરંતુ જાસૂસીની બાબતમાં તે આગળ છે. તાન્ઝાનિયામાં 'અપોપો' નામની એક બિનસરકારી સંસ્થા ઉંદરોને સુરંગની ગંધ લેવાની તાલીમ આપી રહી છે. આ ઉંદરોનું કામ સુરંગોની ગંધ લેવાનું છે.
જાસૂસ ડોલ્ફિન
ડોલ્ફિન એક એવું પ્રાણી છે જે મનુષ્યોની ખૂબ નજીક છે. ડોલ્ફિન આપણને એની કલબાજીથી આકર્ષિત કરે છે, પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે સી લાયન અને ડોલ્ફિન 1960થી યુએસ આર્મીમાં કામ કરી રહ્યાં છે. તેઓ દુશ્મન મરજીવાઓને શોધી કાઢતાં હતાં, આ સિવાય તેમનું કામ જહાજના મુસાફરોને સુરક્ષિત કિનારે લાવવાનું હતું.
આમ દરેક જીવોની પોતાની એક અલગ જ લાક્ષણિકતા હોય છે.