Site icon News Continuous Bureau | Mumbai

આસાન નથી આ પ્રી વેડિંગ ફોટોશૂટ- છોકરી માટે છોકરાની મહેનત જોઈને તમે રહી જશો દંગ- જુઓ વાયરલ વિડીયો 

News Continuous Bureau | Mumbai

ભારતીય લગ્નો(Indian Marriage) માં સાત ફેરાની સાથે ફોટોશૂટ અને વિડિયોગ્રાફી(Videography)નું પણ વિશેષ મહત્વ હોય છે.  તેમાં પણ આ દિવસોમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ(Prewedding Photoshoot) નો ટ્રેન્ડ વધી ગયો છે. નવયુગલ બહુ વિચારવિમર્શ બાદ એક સ્થળ પસંદ કરે છે અને પોશાક તથા કેટલીક વખત તેઓ કેવા દેખાવા માંગે છે એ વાત પણ અગાઉથી નક્કી કરે છે. મોટાભાગના ફોટોશૂટ રોમેન્ટિક હોય છે પરંતુ હવે લોકો તેમને ક્યૂટ, રોમેન્ટિક (Romantic) અને સુંદર નહીં પણ અલગ બનાવવા માટે એક કરતા વધારે ચઢિયાતું કરવા લાગ્યા છે. આવો જ એક પ્રી વેડિંગ શૂટ વાયરલ થયો છે જેમાં વરરાજા માથા પર ઉભા રહીને ફોટો શૂટ કરાવતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

ટ્વિટરના @HasnaZarooriHai પર શેર કરવામાં આવેલા વિડિયોમાં પ્રી-વેડિંગ શૂટ જોઈને તમે અચંબામાં પડી જશો. વીડિયોમાં વરરાજા સિરસાસન કરતો જોવા મળ્યો તો તેની બાજુમાં ઉભેલી દુલ્હન ભરતનાટ્યમ કરતી જોવા મળી રહી છે. આ બધામાં સૌથી વધુ ત્રાસ બચારા વરને જ થતો હતો. જ્યાં સુધી કેમેરામેન ચારે બાજુથી કેમેરો ફેરવીને વિડિયો બનાવી ન લીધો ત્યાં સુધી વરરાજાને માથા પર જ ઉભા રહેવું પડ્યું હતું. અને કન્યા ઇન્સ્ટન્ટ ડાન્સ પોઝ આપીને ખુશ થઈ રહી હતી.  હવે આ વીડિયોની મજાક ઉડાવવામાં આવી રહી છે. વીડિયોનું લોકેશન જાણી શકાયું નથી, પરંતુ કપડા જોઈને તે કોઈ સાઉથ ઈન્ડિયન કપલના પ્રી-વેડિંગ ફોટોશૂટ જેવું લાગી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની ફેશન સ્ટ્રીટમાં લાગેલી આગે ધારણ કર્યું વિકરાળ રૂપ- અનેક દુકાનો બળીને થઇ ખાખ- જુઓ ભયાનક દ્રશ્ય

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version