Site icon

સ્વાસ્થ્ય જાણકારી: કબજિયાત થી લઇ ને વજન ઘટાડવા સુધી ઈસબગોલ ની ભૂકી ખાવાના છે ઘણા ફાયદા; જાણો તેને કેટલી માત્રામાં ખાવું જોઈએ

News Continuous Bureau | Mumbai

ઇસબગોલ ની ભૂકી (Psyllium Husk)મોટાભાગે તમે તમારા  વડીલોને ખાધા પછી ચમચી ખાતા જોયા હશે . વાસ્તવમાં, આ ભૂકી માં પાચન ઉત્સેચકો હોય છે, જે ખોરાકને યોગ્ય રીતે પચાવવાનું કામ કરે છે. સદીઓથી આ ભૂકીનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ (Ayurvedic medicines) બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર મળી આવે છે, જે પેટની સમસ્યાઓથી રાહત આપે છે. આ સિવાય ઇસબગોલની ભૂકી (Psyllium Husk) ના ઘણા ફાયદા છે, જેને જાણીને તમે આજથી જ તેને ખાવાનું શરૂ કરી દેશો.

Join Our WhatsApp Community

1. બ્લડ સુગર 

ઇસબગોલ ની ભૂકી બ્લડ સુગર (blood sugar) લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ભૂકી ગ્લુકોઝના શોષણને અટકાવે છે અને તેમાં રહેલું જિલેટીન બ્લડ સુગર લેવલને ઓછું કરે છે. આ ભૂકી ખરાબ કોલેસ્ટ્રોલના (Bad cholesterol )સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.

2. કબજિયાતમાં રાહત  

ઇસબગોલ ની ભૂકીના (Psyllium Husk) સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ, જેમ કે ચૂંક, ઝાડા, મરડો, ઉલ્ટી, કાચી ઓડકાર વગેરેમાં રાહત મળે છે. તમારે ફક્ત દરરોજ જમ્યા પછી એક ચમચી પાણીમાં મેળવીને પીવાનું છે.

3. ઓવર ઈટિંગ થી રાહત 

જો તમે વધુ પડતી ખાવાની આદત થી (over eating) પરેશાન છો તો આજથી જ ઇસબગોલ ની ભૂકી (Psyllium Husk) નું સેવન શરૂ કરી દો. આ સિવાય આ ભૂકી  હૃદયના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

4. વજન ઘટાડવા  

ઇસબગોલ ની ભૂકી (Psyllium Husk) વજન ઘટાડવામાં (weight loss)મદદરૂપ છે. તેને રોજ એક ગ્લાસ પાણીમાં ભેળવીને તેનું સેવન કરી શકાય છે. સ્વાદ માટે તમે તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પી શકો છો.

5. આટલી સાવચેતી રાખો 

જો તમે ઇસબગોલ ની ભૂકી (Psyllium Husk) નું સેવન કરતા હોવ તો તેને પ્રવાહી સાથે કરો, નહીં તો પેટમાં ખેંચાણ અને ઉલ્ટી થઈ શકે છે. તે જ સમયે, 30 ગ્રામથી વધુનું સેવન ન કરો, વધુ સેવન કરવાથી ભારેપણું અને કફ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: જો તમે પણ કેરી ખાઈ ને ગોટલી ને કચરામાં ફેંકી દેતા હોવ તો ફેંકતા પહેલા જાણી લો તેના ચમત્કારિક ફાયદા વિશે , મળશે આ લાભ

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version