ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ફેબ્રુઆરી 2021
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે આસામના પ્રવાસ પર હતા. અહીં તેમણે એક જાહેર સભાને સંબોધતા ગુજરાત અંગે એક નિવેદન આપ્યું છે. જેના ઘેરા પ્રત્યાઘાત આવ્યા છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આસામના ચાના બગીચામાં મજૂરી કરનારાઓને દૈનિક રૂપિયા 167 મજૂરી મળે છે, જ્યારે મોદી સરકારમાં ગુજરાતના વ્યાપારીઓને ચાના બગીચા જ મળી જાય છે.
કહ્યું કે આસામમાં અમારી સરકાર આવશે તો અમે શ્રમિકોને દૈનિક રૂપિયા 365 મજૂરી આપશું. આ પૈસા ગુજરાતના વ્યાપારીઓ પાસેથી આવશે
