રેલટેલએ ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપવાની સાથે જ કમાણીનું માધ્યમ પણ શોધી લીધું છે.
રેલવેએ 4,000 કરતા વધારે સ્ટેશનો માટે પેઈડ વાઈ-ફાઈ પ્લાન લોન્ચ કર્યો છે.
આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછો 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.
જો કે, મુસાફરોને પહેલેથી ચાલતા અડધો કલાક ફ્રી વાઈ-ફાઈ પ્લાનનો લાભ મળતો રહેશે.
અડધા કલાક બાદ જો તમે 5 જીબી ડેટાનો ઉપયોગ કરશો તો તે માટે 10 રૂપિયા ચુકવવા પડશે અને 10 જીબી ડેટાનો ઉપયોગ કરવા પ્રતિદિન 15 રૂપિયા આપવા પડશે.
ઉલ્લેખનીય છે કે, રેલવે 7,950 કરતા પણ વધારે સ્ટેશનો પર અડધા કલાક માટે ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપે છે. કોવિડ-19 પહેલા 2.9 કરોડ લોકો આ સુવિધાનો લાભ ઉઠાવી ચુક્યા છે.
