Site icon News Continuous Bureau | Mumbai

કોરોના કહેર વચ્ચે પશ્ચિમ રેલવે 28 ટ્રેનો બંધ કરી. 9 મેથી આ ટ્રેનો ના પૈડા થંભી જશે. જાણો ટ્રેનના નામ…

Indian Railway starts destination wake up call

Railway News : સારા સમાચાર! ભારતીય રેલ્વેએ શરૂ કરી નવી સુવિધા, સુઈ ગયા છો તો સ્ટેશન નહી છૂટે. કરો આ કામ પછી તમને ઉઠાડવાની જવાબદારી રેલવેની.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

પશ્ચિમ રેલવેએ ઓછા મુસાફરો અને કોરોનાના કેસોમાં વધારાને કારણે 9 મેથી રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ જેવી 28 ટ્રેનોને આગલા આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે ટ્રેનો બંધ કરાઈ છે તેમાં 8 જોડી (અપ અને ડાઉન) શતાબ્દી સ્પેશિયલ ટ્રેનો, 2 જોડી જન શતાબ્દી, 4 જોડી દુરંતો, 4 રાજધાની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘણી વિશેષ, ફેસ્ટીવલ સ્પેશિયલ અને વંદેભારત ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે. 

આ ટ્રેનોની વિસ્તૃત માહિતી નીચે મુજબ છેઃ

1. ટ્રેન નંબર 09290 મહુવા – બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 09289 બાંદ્રા – મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 07 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

2. ટ્રેન નંબર 02934 અમદાવાદ – મુંબઈ સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 02933 મુંબઈ – અમદાવાદ સ્પેશિયલ તારીખ 08 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

3. ટ્રેન નંબર 09220 અમદાવાદ – એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ સ્પેશિયલ તારીખ 10 મેથી તથા ટ્રેન નંબર 09219 એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ તારીખ 12 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

4. ટ્રેન નંબર 09424 તિરુનલવેલી – ગાંધીધામ ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 10 મેથી તથા ટ્રેન નંબર 09423 ગાંધીધામ – તિરુનલવેલી ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 13 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

5. ટ્રેન નંબર 09262 પોરબંદર – કોચુવેલી સ્પેશિયલ તારીખ 13 મેથી તથા ટ્રેન નંબર 09261 કોચુવેલી – પોરબંદર સ્પેશિયલ તારીખ 16 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

6. ટ્રેન નંબર 02965 બાંદ્રા – ભગત કી કોઠી સ્પેશિયલ તારીખ 07 મેથી તથા ટ્રેન નંબર 02966 ભગત કી કોઠી – બાંદ્રા સ્પેશિયલ તારીખ 08 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

7. ટ્રેન નંબર 02929 બાંદ્રા – જેસલમેર ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 07 મેથી તથા ટ્રેન નંબર 02930 જેસલમેર – બાંદ્રા ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 08 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

8. ટ્રેન નંબર 02908 હાપા – મડગાંવ ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 12 મેથી તથા ટ્રેન નંબર 02907 મડગાંવ – હાપા ફેસ્ટિવલ સ્પેશિયલ તારીખ 14 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

સારા સમાચાર : મોંઘવારીના સમયમાં આ દૂધની કંપની એ દૂધનો ભાવ ઘટાડ્યો

9. ટ્રેન નંબર 09055 વલસાડ – જોધપુર સ્પેશિયલ તારીખ 11 મેથી તથા ટ્રેન નંબર 09056 જોધપુર – વલસાડ સ્પેશિયલ તારીખ 12 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

10. ટ્રેન નંબર 09043 બાંદ્રા – ભગત કી કોઠી સ્પેશિયલ તારીખ 13 મેથી તથા ટ્રેન નંબર 09044 ભગત કી કોઠી – બાંદ્રા સ્પેશિયલ તારીખ 14 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

11. ટ્રેન નંબર 09263 પોરબંદર – દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 09264 દિલ્હી સરાય રોહિલા – પોરબંદર સ્પેશિયલ તારીખ 10 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

12. ટ્રેન નંબર 09415 અમદાવાદ – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ તારીખ 09 મેથી તથા ટ્રેન નંબર 09416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – અમદાવાદ સ્પેશિયલ તારીખ 11 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

13. ટ્રેન નંબર 09239 હાપા – બિલાસપુર સ્પેશિયલ તારીખ 08 મેથી તથા ટ્રેન નંબર 09240 બિલાસપુર – હાપા સ્પેશિયલ તારીખ 10 મે,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

14. ટ્રેન નંબર 02298 પુણે – અમદાવાદ સ્પેશિયલ તારીખ 08 મેથી 28 જૂન, 2021 સુધી તથા ટ્રેન નંબર 02297 અમદાવાદ – પુણે સ્પેશિયલ તારીખ 09 મેથી 29 જૂન,2021 થી આગામી સૂચના સુધી રદ રહેશે.

કામ ના સમાચાર : એલ. આઇ. સી. એ પોતાના કામ કરવાના સમયમાં કર્યો બદલાવ. આ છે વિગત…

જે ટ્રેનો ની ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે તે નીચે મુજબ છે

1. ટ્રેન નંબર 09202 અમદાવાદ – દાદર સ્પેશિયલ તારીખ 8 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે ચાલશે.

2. ટ્રેન નંબર 09201 દાદર – અમદાવાદ સ્પેશિયલ તારીખ 9 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ મંગળવાર, ગુરુવાર અને રવિવારે ચાલશે.

3.ટ્રેન નંબર 02945 મુંબઈ – ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 7 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે (અઠવાડિયામાં ચાર દિવસ) ચાલશે.

4. ટ્રેન નંબર 02946 ઓખા – મુંબઈ સુપરફાસ્ટ સ્પેશિયલ તારીખ 9 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ રવિવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવારે (અઠવાડિયામાં 4 દિવસ) ચાલશે.

5. ટ્રેન 02957 અમદાવાદ – નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ તારીખ 7 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ રવિવાર, મંગળવાર અને શુક્રવારે ચલાશે.

6. ટ્રેન 02958 નવી દિલ્હી – અમદાવાદ રાજધાની સ્પેશિયલ તારીખ 8 મે,2021 થી આગામી સૂચના સુધી દરરોજ ના સ્થાને પ્રતિ સોમવાર, બુધવાર અને શનિવારે ચાલશે.

ઉતરપ્રદેશ બાદ આ રાજ્ય સરકારે લોકડાઉન લંબાવ્યું. જાણો શું ચાલુ રહેશે અને  શું બંધ ?
 

Ambani Family’s Dairy Luxury અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક
Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Exit mobile version