ડોકટરો અને એલોપેથી દવાઓ પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે તેમનો સૂર બદલ્યો છે.
ગઈકાલ સુધી એલોપેથીની દવાઓ વિરુદ્ધ બોલતા રામદેવે હવે ડોકટરોને ભગવાનનાં સંદેશ વાહક અને એલોપેથી દવાઓને સંકટનાં સમયમાં શ્રેષ્ઠ ગણાવી છે.
રામદેવે કહ્યું છે કે, સંકટનાં કેસો માટે એલોપેથીક દવા વધુ સારી છે. તેમણે કહ્યું કે હવે તેઓ પોતે કોરોનાની વેક્સિન લેશે. આ સાથે, રામદેવે દરેકને કોરોના વેક્સિન લેવાની અપીલ પણ કરી છે.
જોકે રામદેવનો સ્વર અચાનક બદલવાનું કારણ શું છે, તે હજુ સ્પષ્ટ થઇ શક્યુ નથી.
પાર્લેની બ્રાન્ડેડ આટા માર્કેટમાં પધરામણી; હવે માર્કેટમાં મળશે પાર્લે-જી ચક્કી આટા
