Site icon

Rat Bathing Video : વરસાદમાં ન્હાતા જોવા મળ્યો ‘ઉંદર’, તેની ન્હાવાની સ્ટાઈલ જોઈને યૂઝર્સ થયા આશ્ચર્યચકિત, જુઓ વાયરલ વિડીયો..

Rat Bathing Video : સોશિયલ મીડિયા પર કેટલાક એવા વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને ખરાબ મૂડ તરત જ સારો થઈ જાય છે. તમારી સાથે પણ ઘણી વાર એવું બન્યું હશે કે એક સુંદર અને ક્યૂટ વીડિયોએ તમારો ખરાબ મૂડ જોલી અને ખુશ કરી દીધો હોય. આવો જ એક મૂડ રિફ્રેશિંગ વીડિયો આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. તમે હજારો વખત માણસો (Human) ને વરસાદમાં નહાતા જોયા હશે. પરંતુ આ વીડિયોમાં તમે ઉંદરને વરસાદની મજા લેતા જોશો.

Rat bathing in the mMonsoon rain, Video goes viral on social media

News Continuous Bureau | Mumbai
Rat Bathing Video : તમે ભાગ્યે જ ક્યારેય ઉંદરને વરસાદ (rain) માં નહાતા જોયા હશે. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઉંદર વરસાદની મસ્ત મજા માણી રહ્યો છે અને પોતાના શરીરને રગડી-રગડીને સાફ (Clean) કરી રહ્યો છે. ક્યારેક તે તેના ચહેરાને રગડે છે તો ક્યારેક તેના શરીરને. તે માણસોની જેમ ઉભા રહીને સ્નાન (Bath) કરી રહ્યો છે અને તેના શરીરની ગંદકી દૂર કરી રહ્યો છે. ઉંદરની નહાવાની સ્ટાઈલ એટલી સુંદર છે કે દરેક તેને જોઈને પ્રભાવિત થઈ જાય છે. આ વીડિયો(Viral video) જોઈને સાબિત થઈ ગયું છે કે વરસાદ માત્ર માણસોને જ નહીં, પ્રાણીઓને પણ ગમે છે.

જુઓ વિડીયો

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan : આ દિવસે રિલીઝ થઇ શકે છે શાહરૂખ ની ફિલ્મ ‘જવાન’ નું ટ્રેલર!, સોશિયલ મીડિયા પર લીક થયો નયનતારા નો લૂક!

યુઝર્સે કરી ફની કોમેન્ટ

આ ક્લિપ @TheFigen_ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. કેટલાક યુઝર્સે વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘પ્રાણીઓ ખૂબ જ સ્વચ્છ હોય છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ઉંદરને સ્વચ્છતા પસંદ છે. માત્ર શાવર જેલ અને શેમ્પૂનો અભાવ છે. બીજાએ લખ્યું, ‘કોઈ તેને સાબુ આપો.’

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version