Site icon

નેનો કારમા બેસીને તાજ હોટલ પહોંચ્યા રતન ટાટા, લોકોએ તેમની સાદગીના કર્યા વખાણ.. જુઓ વિડીયો, જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ટાટા જૂથ(Tata group)ના માલિક રતન ટાટા(Ratan Tata) હંમેશાથી તેમની સાદગી અને સરળ જીવનશૈલી માટે જાણીતા છે. માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં ટાટા ગ્રૂપ એક પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમ તરીકે જાણીતું છે. અને તેના વડા રતન ટાટા પણ બિઝનેસ વર્લ્ડ(Buisness world)માં ખુબ જ સન્માન ધરાવે છે. આ ક્રમમાં એક તાજી ઘટના સામે આવી છે જેમાં તેમની સાદગીએ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે અને લોકો તેમને લેજેન્ડ કહી રહ્યા છે. 
 

Join Our WhatsApp Community

હાલ સોશિયલ મીડિયા(Social Media) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટાટા ટ્રસ્ટ(Tata trust chairman)ના ચેરમેન રતન ટાટા બોડી ગાર્ડ વગર નેનો કાર(Nano car)માં મુંબઈની તાજ હોટલ(Taj hotel)માં પહોંચતા નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં તેમની સાથે માત્ર શાંતનુ નાયડુ(Shantanu Naidu) જ જોવા મળે છે. તેમજ તાજ હોટલનો સ્ટાફ(hotel staff) પણ ત્યાં દોડી આવ્યાં હતાં. ટાટા ગ્રુપના ઓનરરી ચેરમેન હોવા છતાં તેમની સાથે ન તો વધારે સુરક્ષા(security) છે કે ન તો વાહનોનો કાફલો. લોકો તેમની આ પ્રકારની સાદગી જોઈને તેમના ફેન બની ગયા છે. આ વીડિયોને પેપરાજી વિરલ ભયાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.  જેને અત્યાર સુધીમાં 1 લાખ 33 હજારથી વધુ લાઈક્સ સાથે લાખો વ્યૂઝ મળ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : તો આ વર્ષે સેન્ટ્રલ અને હાર્બર લાઈનના પાટામાં પાણી નહીં ભરાય. રેલવેએ લીધા પગલા… જાણો વિગતે 

ઉલ્લેખનીય છે કે રતન ટાટાએ ગત સપ્તાહે એક ભાવનાત્મક નોટ લખી હતી. જેમાં તેમણે ટાટા નેનોના લોન્ચ ઈવેન્ટની એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, મેં ભારતીય પરિવારોને સ્કૂટર પર સવારી કરતા જોયા તો મને લાગ્યું કે, ફોર વ્હીલરનો શોખ સામાન્ય માણસને પણ હોય છે. તેનાથી હું પ્રેરિત થયો અને મેં સૌથી ઓછી કિંમતમાં નેનો કાર બનાવવાનો નિર્ણય લીધો હતો. 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version