ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
સોશિયલ મીડિયાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ અચાનક બંધ થવા પાછળનું કારણ સામે આવ્યું છે.
સોમવારે મોડી સાંજે અચાનક ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકના સર્વરો બંધ થઈ ગયા. આ ત્રણેય એપની સેવાઓ લગભગ છ કલાક પછી પુન સ્થાપિત કરવામાં આવી.
હવે માહિતી સામે આવી રહી છે કે થોમસ નામના હેકરને કારણે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુકની સેવાઓ અટકી ગઈ હતી. જેને અમેરિકાની ગુપ્તચર સંસ્થા FBI પકડશે.
આની જવાબદારી એફબીઆઈ સાયબર ક્રાઈમ ઓફિસર જોન મેકક્લેનને આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ લગભગ છ કલાક સુધી બંધ રહી હતી. જેના કારણે સમગ્ર વિશ્વમાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.