ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા થયેલા સંશોધનમાં ચોંકાવનારી જાણકારી બહાર આવી છે. રિસર્ચ મુજબ જે વ્યક્તિને બીજી વખત કોરોના થયો હોય એમાંથી ૫૬ ટકા દર્દીઓને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા તો ફંગલ ઇન્ફેક્શન થાય છે અને આ ઇન્ફેક્શનને કારણે તેઓ મૃત્યુ પામે છે. પોતાના રિસર્ચ માટે તેમણે દસ દવાખાનાંઓમાં કેસ સ્ટડી કરી હતી. કસ્ટડી દરમિયાન તેમણે નોંધ્યું કે જે દર્દીઓને બીજી વખત કોરોના થાય છે તેઓના બચવાના ચાન્સ માત્ર ૫૦ ટકાથી પણ ઓછા હોય છે.
આથી પહેલી વાર કોરોના થઈ ગયા બાદ તે વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું જોઈએ.
