Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવા માટે, અનુસરો યોગ્ય દિનચર્યા; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 ફેબ્રુઆરી 2022       
શનિવાર 

જ્યારે આપણી ત્વચામાં લાંબા સમય સુધી તેલ રહે છે, ખાસ કરીને શિયાળામાં અને તે તેલમાં ગંદકી જમા થાય છે અથવા ત્વચા ડેડ થઈ જાય છે અથવા બેક્ટેરિયાને કારણે ત્વચાના છિદ્રો ભરાઈ જાય છે ત્યારે વ્હાઇટહેડ્સ બને છે.તેથી તેઓ ત્વચાની સપાટી પર ગોળાકાર, નાની અને સફેદ રંગની  ફોલ્લીઓ જેવા દેખાવા લાગે છે. મોટાભાગના લોકો તેનાથી પીડા અનુભવે છે અને કેટલીક વાર તો તે પાકી પણ જાય છે. તેને દૂર કરવાની રીત બ્લેકહેડ્સ દૂર કરવાની રીત જેવી જ છે.

Join Our WhatsApp Channel

વાસ્તવ માં, જ્યારે ત્વચા વરાળના સંપર્કમાં આવે છે, ત્યારે છિદ્રો ખુલે છે અને વ્હાઇટહેડ્સ અથવા સફેદ ખીલ સરળતાથી દૂર કરી શકાય છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખો. જો તમને એમ લાગતું હોય કે એકવાર વરાળ લેવાથી  તે કાયમ માટે દૂર થઈ જશે, તો તે શક્ય નથી.કારણ કે વરાળ લેતા સમયે છિદ્રો ખુલે છે પણ પછી બંધ પણ થાય છે. કહેવાનો અર્થ એ છે કે વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવા માટે માત્ર એક જ વાર વરાળ લેવી એ પૂરતું નથી. આ માટે વરાળ ઘણી વખત લેવી જોઈએ. સ્નાન કરતી વખતે, ટુવાલને ગરમ પાણી બોળો  અને તેને હળવા હાથે નિચોવો, પછી તેને ચહેરા પર રાખો. સ્ટીમ કરવાની આ પણ સારી રીત છે. અઠવાડિયામાં એક કે બે વાર સ્ટીમ લો. જો તમને ઘણા બધા વ્હાઇટહેડ્સ હોય, તો તમે તેને ત્રણ વખત લઈ શકો છો.

તેને દૂર કરવાની ઘણી પરંપરાગત પદ્ધતિઓ પણ છે, જે બ્લેકહેડ્સ દૂર કરવા માટે પણ થાય છે. ઉદાહરણ તરીકે- સતત પુષ્કળ પાણી પીવો. જંક ફૂડ ખાવાનું ટાળો. વારંવાર તડકામાં ન જાવ અને જ્યારે તમે તડકામાંથી પાછા આવો ત્યારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

દિવસમાં ઓછામાં ઓછા બે વાર ફેસવોશથી ચહેરો ધોવો, ખાસ કરીને જો પરસેવો થતો હોય.

માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ સનસ્ક્રીનનો ઉપયોગ કરો.

અઠવાડિયામાં ચારથી પાંચ વખત કાચા દૂધથી ચહેરો ધોવો.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version