ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
તમિલનાડુના મદુરાઇમાં આવેલ એક રેસ્ટોરન્ટ તેના 'માસ્ક' આકારના પરાઠા માટે ખૂબ પ્રખ્યાત થઈ છે. આ પરાઠા બનાવવા પાછળની રેસ્ટોરન્ટનો હેતુ લોકોને 'કોવિડ 19' વિશે જાગૃત કરવાનો છે. આ રેસ્ટોરન્ટના પરાઠા માસ્ટરએ જણાવ્યું, કે તેણે પરંપરાગત વીચુ પરાઠાની જગ્યાએ સર્જિકલ માસ્કના આકારમાં પરાઠા બનાવ્યા જેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.
રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે જ્યારે લોકડાઉન પછી તેની રેસ્ટોરન્ટ ખોલવામાં આવી ત્યારે કેટલાક લોકો ત્યાં માસ્ક વિના આવવા લાગ્યા. આવી સ્થિતિમાં, તે લોકોને મફત માસ્ક આપે અને તેમને પહેરવાની સૂચના આપતો. જો કે, જ્યારે તેણે જોયું કે જિલ્લામાં ઘણા લોકો માસ્ક વિના રખડતા હોય છે, ત્યારે તેમણે લોકોને જાગૃત કરવા માટે માસ્ક આકારમાં પરાઠા બનાવવાનું શરૂ કર્યું હતું…
આ ખાસ પરાઠાની કિંમત 50 રૂપિયા છે, જેનો બાળકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
