Site icon

સરકારે વિવિધ વાહનોના જરૂરી દસ્તાવેજોની તારીખ 30 જૂન સુધી વધારી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

07 મે 2020 

સરકારે વિવિધ પ્રકારના મોટર વાહન અધિનિયમ અને સેન્ટ્રલ વેહિકલ નિયમો હેઠળ ફરજિયાત એવા તમામ દસ્તાવેજોની માન્યતા 30 જૂન સુધી વધારી દીધી છે. હાલ લોકડાઉનને કારણે અવર-જવર પર પ્રતિબંધ અને કચેરીઓ બંધ હોવાથી દસ્તાવેજો નું રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ શક્ય નથી. આવી હાલતમાં જેમના વાહન દસ્તાવેજો ફેબ્રુઆરી થી 30 જૂન 2020 વચ્ચે સમાપ્ત થાય છે તેની માન્યતા વધારી દેવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં વાહન ચલાવતી વખતે 4 પેપર હોવા જરૂરી છે. 1)ડ્રાઇવિંગ લાઇસન્સ 2) રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ 3) ઈનસુરન્સ સર્ટીફીકેટ અને 4) પોલ્યુશન સર્ટિફિકેટ હોવું જરૂરી છે. આ તમામને તમે મોબાઈલમાં ડિજિટલ હાર્ડ કોપી પણ રાખી શકો છો. નવા ટ્રાફિક કાનૂન લાગુ થયા બાદ તમામ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. દા.ત. અગાઉ ખૂબ ઝડપે વાહન ચલાવવા બદલ 400 રૂપિયા દંડ લેવામાં આવતો હતો જે હવે 2000 રૂપિયા સુધી વધારી દેવાયો છે..

Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Exit mobile version