Site icon

Rohit Sharma: શ્રીલંકા સામેની મેચમાં રવિન્દ્ર જાડેજા પર ભડક્યો કેપ્ટન રોહિત શર્મા.. જાણો શું છે આ મામલો.. વાંચો વિગતે અહીં..

Rohit Sharma: વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 357 રનનો સર્વોત્તમ ટાર્ગેટ રચ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સામાન્ય રીતે મેદાન પર ખૂબ જ શાંત હોય છે, પરંતુ આ મેચ દરમિયાન તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. …

Rohit Sharma Captain Rohit Sharma got angry at Ravindra Jadeja in the match against Sri Lanka.. Know what this matter is..

Rohit Sharma Captain Rohit Sharma got angry at Ravindra Jadeja in the match against Sri Lanka.. Know what this matter is..

News Continuous Bureau | Mumbai

Rohit Sharma: વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 33મી મેચમાં ભારતનો મુકાબલો શ્રીલંકા (IND vs SL) સામે હતો. મુંબઈ (Mumbai) ના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ પ્રથમ બેટિંગ કરીને 357 રનનો સર્વોત્તમ ટાર્ગેટ રચ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) સામાન્ય રીતે મેદાન પર ખૂબ જ શાંત હોય છે, પરંતુ આ મેચ દરમિયાન તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં છેલ્લી ઓવર પહેલા રોહિતે ડ્રેસિંગ રૂમમાંથી ક્રિઝ પર બેટિંગ કરી રહેલા રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ઈશારા દ્વારા કંઈક સંદેશ આપ્યો હતો પરંતુ જાડેજા તેનો અમલ કરી શક્યો ન હતો. આ પછી રોહિત શર્મા નિરાશ થઈ ગયો અને ઘણો ગુસ્સે જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

 

શું છે આ મામલો…

મેચ દરમિયાન છેલ્લી ઓવર પહેલા કેમેરાનું ફોકસ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પર ગયું હતું. જેમાં હિટમેન રવીન્દ્ર જાડેજા સાથે ઈશારા દ્વારા વાત કરતો જોવા મળ્યો હતો. રોહિત ઈચ્છતો હતો કે જાડેજા છેલ્લી ઓવરના તમામ બોલ (એટલે ​​​​કે 6 બોલ) રમે. ભારતીય કેપ્ટન આ ઈચ્છતો હતો કારણ કે જસપ્રીત બુમરાહ બીજા છેડે બેટિંગ કરી રહ્યો હતો. રોહિતની યોજના યોગ્ય હતી જેથી ટીમ ઈન્ડિયા છેલ્લી ઓવરમાં મહત્તમ રન બનાવી શકે એમ હતી. પરંતુ, જાડેજાએ ઓવરના બીજા બોલ પર સિંગલ લેવાનું નક્કી કર્યું હતું અને આ પછી જ્યારે બીજી વખત કેમેરો રોહિત શર્મા પર ફોકસ થયો તો તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. રોહિત શર્માની આ રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Amartya Sen : અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય હતા અમર્ત્ય સેન, જેમનું નામકરણ રવિન્દ્રનાથ ટાગોરે કર્યુ હતુ- વાંચો તેમના જીવન વિશે

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના ત્રણ બેટ્સમેનોએ શાનદાર ઈનિંગ્સ રમી હતી પરંતુ તેઓ પોતાની અડધી સદીને સદીમાં બદલી શક્યા ન હતા. વિરાટ કોહલી 88 રન, શુભમન ગિલ 92 રન અને શ્રેયસ અય્યર 88 રનની ઝડપી ઇનિંગ રમીને આઉટ થયા હતા. છેલ્લી ઓવરોમાં રવિન્દ્ર જાડેજાએ પણ ઝડપી ગતિએ રન બનાવ્યા હતા અને ભારતને 357 રન સુધી પહોંચાડ્યું હતુ. આ વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર પણ છે..

 

ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
T20 World Cup 2026: શું ભારતની બહાર રમાશે બાંગ્લાદેશની મેચો? વેન્યુ વિવાદમાં આવ્યો નવો વળાંક.
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
Exit mobile version