Site icon

જેલમાં રહેલા બાબા રામ રહીમ ને હજારો રાખડીઓ ભેટમાં મળી-પોસ્ટલ વિભાગે રક્ષાબંધનના દિવસે વાહન ભાડે લેવું પડ્યું

News Continuous Bureau | Mumbai

હત્યા અને બળાત્કારના કેસમાં(Murder and rape cases) દોષી ગુરમીત રામ રહીમના(Gurmeet Ram Rahim) ભક્તો હજુ પણ મોટી સંખ્યામાં છે. તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે રક્ષાબંધનના(Rakshabandhan) તહેવાર પર રામ રહીમના નામે હજારો કવર રોહતકની સુનારિયા જેલમાં(Sunaria Jail) પહોંચી રહ્યાં છે. રામ રહીમ છેલ્લા ૫ વર્ષથી સુનારિયા જેલમાં સજા કાપી રહ્યાં છે. 

Join Our WhatsApp Community

રેપ અને એક પત્રકારની હત્યાના(murder of a journalist) મામલામાં આજીવન કેદની સજા(Life sentence) કાપી રહેલા રામ રહીમને તેના સમર્થકોએ છેલ્લા ૭ દિવસમાં ૧૩૩૪ રાખડી મોકલી છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ૨૭ હજાર રાખડીઓ મોકલવામાં આવી હતી. પરંતુ આ વખતે આંકડો ઘટી ગયો છે. 

રામ રહીમ માટે રાખડીની(Rakhidi) સાથે મોટી સંખ્યામાં શુભેચ્છા કાર્ડ(Greeting card) પણ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ક્યારેક પેરોલ, ક્યારેક ફરલો તો ક્યારેક સારવારના નામ પર રામ રહીમ જેલમાંથી બહાર આવતા રહે છે, જેને લઈને તેના અનુયાયીયોમાં ખુબ જાેશ બનેલો રહે છે.  તો રામ રહીમની ઓછી રાખડીઓ આવવાને કારણે પોસ્ટ વિભાગને(to the Post Department) ખુબ નુકસાન થયું છે અને તેની આવક પર અસર પડી છે. પરંતુ દર વર્ષે રક્ષાબંધન પર રામ રહીમના અનુયાયી તેને હજારોની સંખ્યામાં રાખડી અને શુભેચ્છા કાર્ડ મોકલે છે. 

આ સમાચાર પણ વાંચો :  ના હોય-મુંબઈથી મધ્ય પ્રદેશ જતી પ્લેનમાં છતમાંથી પાણી ટપકી રહ્યું હતું- ઘટનાનો વીડિયો થયો વાયરલ

છેલ્લા ચાર વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો છે. જ્યારે પણ રક્ષાબંધનનો તહેવાર આવે છે તો આશરે ૧૦-૧૫ દિવસ સુધી સતત રોહતકની(Rohtak) સુનારિયા જેલમાં પોસ્ટ આવે છે, જે ગુરમીત રામ રહીમના નામે હોય છે.  સ્થિતિ એવી બની જાય છે કે ડાક કર્મચારીઓને રોહતકના મુખ્ય પોસ્ટ ઓફિસથી(Post Office) સુનારિયા પોસ્ટ ઓફિસ સુધી લઈ જવા માટે ભાડાની ઓટો કરવી પડે છે. રામ રહીમના નામે જે પણ કવર આવે છે તેને કોથળામાં ભરીને લાવવા પડે છે.

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version