News Continuous Bureau | Mumbai
RSS Dharavi: રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના કાર્યકર અરવિંદ વૈશ્યની ( Arvind Vaishya ) હત્યાથી ધારાવીમાં તંગદિલી સર્જાઈ હતી. ભાજપના ધારાસભ્ય રામ કદમની આગેવાની હેઠળ ભાજપના કાર્યકરોએ સોમવારે રાત્રે ધારાવી પોલીસ સ્ટેશન સામે આ સંદર્ભે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ પછી પોલીસે ધારાવી પોલીસ સ્ટેશનમાં આરોપી નિયાઝ શેખ (અલ્લુ) અને આરીફ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ કેસમાં અરવિંદના ભાઈ શૈલેન્દ્ર કુમાર વૈશ્યે આરોપીઓને કડક સજાની માંગ કરી છે. ધારાસભ્ય રામ કદમે પણ માંગ કરી છે કે આ મામલામાં આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે.
અરવિંદ કુમાર વૈશ્ય ( RSS Worker ) (26) મેડિકલ શોપમાં કામ કરતો હતો. રવિવારે હોર્નના કારણે થયેલા વિવાદને ઉકેલવા તેણે દરમિયાનગીરી કરી હતી. આ સમયે આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. આ બાદ અરવિંદ આ અંગે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યાર પછી પોલીસ સ્ટેશનથી પરત ફરતા સમયે ચાર આરોપીઓએ ચાકુ વડે અરવિંદ પર હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતા મૃત્યું પામ્યો હતો. આ ઘટના બાદ ધારાવી પોલીસે ( Dharavi Police ) આ મામલે તેની તપાસ હાથ ધરી હતી. 30 જુલાઈ, મંગળવારના રોજ અરવિંદના અંતિમ સંસ્કાર ( RSS Worker Funeral ) કરવામાં આવ્યા હતા, આમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જેમાં 1,000 થી 1,500 હિન્દુઓ એકઠા થયા હતા. આ અંતિમયાત્રા દરમિયાન એક ઈમારત પરથી પથ્થરમારો ( Stone pelting ) કરવામાં આવ્યો હતો. પથ્થમારા ( Stone pelting Dharavi ) બાદ ધારાવી વિસ્તારમાં તંગદીલીનું વાતાવરણ સર્જાયું હતું અને દુકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ બંદોબસ્ત હેઠળ અરવિંદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા દાદર અને શિવાજી પાર્કમાંથી પોલીસ દળોને ધારાવી ખસેડવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Nano Fertilizers : ખેડૂતોમાં નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા, દેશમાં છ નેનો યુરિયા પ્લાન્ટ અને ચાર નેનો ડીએપી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા.
RSS Dharavi: આ કેસમાં પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે….
VHP પ્રાંતીય મંત્રી મોહન સાલેકર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ બધા દરમિયાન પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અંધાધૂંધ લાઠીચાર્જ કર્યો હતો અને તે લાઠીચાર્જમાં બજરંગ દળના ચાર કાર્યકરો ઘાયલ થયા હતા. આ ઘટનામાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ અને જેહાદીઓના સમર્થક તરીકે જોવામાં આવી હોવાનું હાલ શંકા છે. તેથી મોહન સાલેકરનું કહેવું છે કે ગૃહ મંત્રાલયેને આ સામી પગલા લેવા જોઈએ એવી માંગ કરી હતી.
આ કેસમાં પોલીસે અત્યાર સુધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ બે આરોપીઓ ફરાર છે. તેમની શોધખોળ હાલ હાથ ધરાઈ છે.
