Site icon

લગ્ને લગ્ને કુંવારા જેવા 91 વર્ષના રૂપર્ટ મર્ડોક હવે ફરી તલાક લેશે- સૌથી મોંઘા છૂટાછેડા હશે

News Continuous Bureau | Mumbai 

ઓસ્ટ્રેલિયન-અમેરિકન ઉધોગપતિ(Australian-American businessman)અને મીડિયા ટાયકૂન તરીકે વિશ્વભરમાં જાણીતા રૂપર્ટ મર્ડોક(Rupert Murdoch) ફરી એકવાર છૂટાછેડા(divorce) લેવા જઈ રહ્યા છે. છ વર્ષ પહેલા મર્ડોકે ચોથી વખત લગ્ન કર્યા હતા. 

Join Our WhatsApp Community

'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'માં છપાયેલા સમાચાર અનુસાર, 91 વર્ષીય મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોકે(Rupert Murdoch) અભિનેત્રી પત્ની જેરી હોલ(Jerry Hall)થી અલગ થવાનો નિર્ણય લીધો છે. યુગલે તેમના 6 વર્ષ જૂના લગ્નજીવન(Married life)ને સમાપ્ત કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં છૂટાછેડા માટે અરજી કરશે. તેની અસર દુનિયાભરમાં ફેલાયેલા રૃપર્ટ મર્ડોકના ન્યૂઝ પેપર બિઝનેસ(Newspaper business) પર પણ પડે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : હોસ્પીટલમાં દાખલ સોનિયા ગાંધીને હવે આ તારીખે ઈડી સમક્ષ હાજર થવાનું ફરમાન- જાણો વિગતે

રુપર્ટ મર્ડોકના આ ચોથા લગ્ન(4th Marriage) હતા. તેમના પ્રથમ લગ્ન પેટ્રિશિયા બુકર(Patricia Booker) સાથે થયા હતા, જે 1956 થી 1967 સુધી ચાલ્યા હતા. મર્ડોકના બીજા લગ્ન અન્ના મારિયા ટોર્વ(Anna Maria Torv) સાથે હતા, જે 1967 થી 1999 સુધી ચાલ્યા હતા. મીડિયા ટાયકૂન 1999માં વેન્ડી ડેંગ(Wendy Deng) સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા, જે 2013 સુધી ચાલ્યા હતા. રુપર્ટ મર્ડોકે 2016માં 65 વર્ષીય જેરી હોલ(Jerry Hall) સાથે લગ્ન કર્યા જેણે 'બેટમેન' અને 'ધ ગ્રેજ્યુએટ' જેવી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

છૂટાછેડા(divorce)માં પતિએ પત્નીને વળતર ચૂકવવું પડે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે 14 અબજની સંપત્તિના માલિક રૂપર્ટ મર્ડોકને જેરી હોલને મોટી રકમ ચૂકવવી પડી શકે છે. જો કે હજુ સુધી તેના વિશે વધુ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ(Jeff Bezoz)ના છૂટાછેડા અત્યાર સુધીના સૌથી મોંઘા રહ્યા છે. મેકેન્ઝી બેઝોસ સાથે છૂટાછેડા માટે તેણે $38 બિલિયન અથવા લગભગ 2.6 લાખ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Sangru Ram: ૭૫ વર્ષના વરરાજા, ૩૫ની દુલ્હન અને કોર્ટ મેરેજ… સુહાગરાતમાં જ બની એવી ઘટના કે ગામ માં મચ્યો હાહાકાર
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Exit mobile version