Site icon

અમિતાભ અને શાહરુખ રહી ગયા પાછળ અને સચિન તેંડુલકર સૌથી પ્રશંસનીય પુરુષોની યાદીમાં આગળ નિકળ્યો. જાણો કોણ કયા ક્રમ પર છે…

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર. 

ક્રિકેટના ભગવાન’ તરીકે જાણીતા સચિન તેંડુલકરની શાન નિવૃત્તિના ૮ વર્ષ પછી પણ યથાવત છે. સચિન તેંડુલકર આ વર્ષે ટ્‌વીટર પર ૫૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પણ સામેલ છે. સચિનને આ યાદીમાં વિશ્વના સૌથી વધુ પ્રશંસનીય પુરુષોની યાદીમાં ૧૨મું સ્થાન મળ્યું છે. આ યાદીમાં સચિન ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી, બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન કરતા પણ આગળ છે. 

રમતજગતના હીરોમાં તેંડુલકર ટોચના ફૂટબોલરો લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી ત્રીજા સ્થાને છે. આ લિસ્ટમાં આ દિગ્ગજ બેટ્‌સમેન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીથી પણ આગળ છે.

આ ક્રિકેટર પોતાના વતનમાં પોતાના નામ થી વિશાળ સ્ટેડિયમ બનાવી રહ્યો છે. જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ સર્વે ૩૯ દેશોના ૪૨,૦૦૦ થી વધુ લોકો વચ્ચે કરવામાં આવ્યો હતો. ઓનલાઈન સંશોધન અને સર્વેક્ષણ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ (૧૩માં), શાહરૂખ ખાન (૧૪માં), અમિતાભ બચ્ચન (૧૫માં) અને વિરાટ કોહલી (૧૮માં ક્રમે) આવ્યા છે. અને તેઓ સચિનથી પાછળ છે. આ યાદીમાં ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચોથા અને લિયોનેલ મેસ્સી સાતમાં સ્થાને છે. જયારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા આ યાદીમાં ટોચ પર છે. સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઠમું સ્થાન મળ્યું છે. 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version